________________
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
જોયા
૩૦૭
અહંકાર ભગ્ન પણ એમાં ગુણ
હવે એ ભત્રીજો અમારો એટલો બધો અહંકાર ભગ્ન કે આખી જિંદગી મેડ (ગાંડા) જેવા જ રહ્યા છે ! હવે કયા અવતારમાં એ અહંકાર ભગ્ન થયો હશે અને કયા અવતા૨માં વેદશે એ ભગવાન જાણે. આવા બધા બહુ જાતના અહંકાર ભગ્ન મેં જોયેલા. અહંકાર ભગ્ન, પ્રેમ ભગ્ન એ બહુ જાતના ભગ્ન ! અહંકાર ભગ્નનું છે તે, એની પાસે પચાસ જ રૂપિયા હોય અને તમે કહો કે ‘તમારી વાત થાય, મારે જરા હમણે પૈસાની અડચણ છે.' તે કો'કની પાસેથી ઉછીના લઈ લે પાંચ-પચ્ચીસ રૂપિયા, અને આપે, ‘લ્યો મોટાભાઈ’ આમ કરીને.
પ્રશ્નકર્તા : આપી દે.
દાદાશ્રી : એની મીઠાશ લાગી ને ! પેલી મીઠાશ શરીરમાં લાગી, તે એની વેલ્યુએશન આપી દે સામી. અહંકાર ભગ્ન એવા હોય.
પ્રશ્નકર્તા : આવા તો અહંકાર ભગ્ન હોય છે બધા. આવા જ બધે, જાતજાતના હોય છે.
દાદાશ્રી : એને કહે તો કેટલું દુઃખ થાય ! કહેશો નહીં એને. પણ માણસ પોતે કેવા હતા... એક ફેરો અમે ગયેલા, તે ઘેર શાક લઈને આવેલા. માઈલ છેટે પોતે ચાલીને જાય ને પાછા શાક લઈને આવે. તે પછી ઘેર આવીને પૈસા ગણ્યા ત્યારે કહે છે કે ‘આ શાકવાળીનો એક આનો વધારે આવી ગયો છે. તે કાકા તમે બેસો, હું આપી આવું એને.’ તે પાછો તેને આપવા ગયો અને અમને બેસાડ્યા. મેં કહ્યું, ‘બેસ ને, હવે પછી અપાશે, કાલે આપજે.’ ત્યારે એ કહે, ‘ના, એને અત્યારે ગણતા દુઃખ થશે બિચારીને.' હવે આ આમને ગાંડાય શી રીતે કહેવાય ?
પણ જો શાકવાળીને એક આનો પાછો કેમ આપી આવે એ હિસાબેય ગણવા જેવો ને પાછો ! મહીં પાછો જઈને એને દઈને પાછો આવ્યો બિચારો. તું આપી આવું ? ના આપી આવું. હુંય ના આપી આવું ને, બળ્યું. આ માથાકૂટ શી બળી ? કાલે આપી આવીશું વળી. બહુ ત્યારે આપવા હોય તો કાલે અપાશે, પ૨મ દહાડે અપાશે, ભેગી થશે ત્યારે. આ