________________
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
૩૦૫ મનમાં એમ કે હજાર-બે હજાર રૂપિયા ખર્ચી અને કંઈક નાની દુકાન કરી આપીએ. મનમાં ભાવ ખરો એવો. કારણ કે આ ભત્રીજા જોડે ગમે તેમ થયું તોય એ તો પેટ પાક્યા જેવું જ કહેવાય. ક્યાં પાટા બાંધીએ, ભત્રીજા એવું બોલે તો ? તે પછી મેં કહ્યું, “અહીં દુકાન કરી આપીએ.” ત્યારે કહે, “શાની દુકાન ?” મેં કહ્યું, “આ અનાજ-કરિયાણું બધું.” ત્યારે કહે, ‘ત્રાજૂડીયા (નાનું ત્રાજવું) લઈને બેસવાનું ?” મેં કહ્યું, ‘ત્યારે બીજું શું લઈને બેસવાનું ?” ત્યારે એ કહે, “ના, એ ત્રાજૂડીયા-બાજૂડીયા મને ના ફાવે.’ લ્યો હવે, આ બીજી વાત ના પાડી, કેટલી તુમાખી તે ?
ત્યારે પછી મેં કહ્યું, “નોકરી કરીશ?” “હા, નોકરી કરીશ” કહે છે. પછી મેં છે તે સૂરસાગર પર એક પેટ્રોલપંપવાળો હતો, તે ઓળખાણવાળો હતો આપણો. મેં પેટ્રોલપંપવાળાને કહ્યું, ‘ભઈ, આને રાખ. એ પેટ્રોલ ભરી આપશે લોકોને અને એ લખશે આમ.” પછી એને મેં કહ્યું, “પેટ્રોલપંપ ઉપર તારી જગ્યા (નોકરી)નું નક્કી કર્યું છે.” ત્યારે એ કહે, “ના, એ તો શિવાકાકાના છોકરાંઓ ત્યાં પેટ્રોલ લેવા આવે, તે એ કહેશે, “એય પેટ્રોલ આપ.” શિવાકાકાના છોકરાંની જ વાત, બીજાની નહીં. તે હું પેટ્રોલ આપું ?” ત્યારે મેં કહ્યું, “એ વાતેય આપણે કાઢી નાખો, બંધ રાખો.' કંઈથી શિવાકાકા સાંભરે છે આને ! જોને, આ આપણું ને આપણે સાંભરે, બીજું બહારનું કોઈ સાંભરે નહીં. આ કેટલી બધી મગજની તુમાખી !
એટલે પછી મેં કહ્યું, ‘ભાઈ, ત્યારે તું શું કરીશ હવે ? એકુંય કશું માનતો નથી. અલ્યા, એક શબ્દ તો મારો માન.” ત્યારે કહે, “ના, એવી નોકરી-બોકરી ના જોઈએ. અમારે તો નોકરી એવી કરો કે કોઈ એમ ના કહે કે તું આમ કર.” ત્યારે મેં કહ્યું, ‘ભાઈ, એવું ના થાય ત્યારે શું કરીશ ?” ત્યારે કહે, “અમે અમારે ઘેર જતા રહીશું પાછા.” પણ એ કહે છે, “બે મહિના રહીને તપાસ કરીશું, પછી અમે જઈશું.” ત્યારે મેં કહ્યું, બેને બદલે છ મહિના રહે ને !” તે મહિનો-દોઢ મહિનો રહ્યો.
અવળું બોલે તોય જોતા પૉઝિટિવ રોજ બા જોડે બેસે ને કહે “બા, ચિંતા ના કરશો, હં.. કમાઈશ ને, એટલે બધું આપી દઈશ.” પછી મેં એક દહાડો ગજવામાં જોયેલું તો