________________
૩૦૪
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
દાદાશ્રી : હા, તમને તો વળી એમ જ કહેતા'તા, ‘મારી જ માલિકી છે, આનો માલિક જ હું છું.”
આ વાત સાંભળવા જેવી છે. ત્યારે બાને તો બહુ ધ્રાસ્કો પડ્યો, કે “હાય હાય, આ ભાગીદારીની વાત કરે છે અને આ ભઈ તો એમ કહે છે, “તને ભાગ આપીશું.” મેં કહ્યું, “તું તો ભત્રીજો થઉં, તને પહેલો ભાગ આપવો પડે. ત્યારે બીજા કોને ભાગ આપવાનો છે ?” એટલે કહે છે, ‘ત્યારે કાકા, આપણે જોડે જમવા બેસીએ.” ત્યારે મેં કહ્યું, “બેસ, હેંડ.”
પછી એણે ત્રણ રોટલી ખાધી ત્યારે મેં કહ્યું, “એક-બે રોટલી વધારે ખઈ જા. પછી આપણે ધંધા ઉપર જવાનું ને પછી ત્યાં જઈને શું કરવાનું ? તને માણસો આપશે, એ માણસો પર તારે દેખરેખ રાખવાની, એમને પૈસા આપવાના. જે ખર્ચો થાય તે તારે એનો હિસાબ રાખવાનો. તે બે કામ રાખ્યા છે, એક વાઘોડિયા આગળ છે, તે ચાર માઈલ છેટું છે સ્ટેશનથી, અને બીજું એક સાડા પાંચ માઈલ દૂર છે. તને કયું ફાવશે ? ચાર માઈલવાળું ફાવશે કે સાડા પાંચ માઈલવાળું?” “મને ચાલીને જવાનું નહીં ફાવે' એ કહે છે. ત્યારે મેં કહ્યું, ‘ભઈ, એ તો કોન્ટ્રાક્ટના ધંધામાં ચાલીને જવું પડે.” ત્યારે કહે, “ના, એ મને નહીં ફાવે. મારે તમારો ધંધો નથી કરવો. મારે ભાગેય જોઈતો નથી.” એની મેળે જ ના કહેવડાવ્યું.
મેં આવું ગોઠવી દીધેલું. હું સમજી ગયો'તો કે આવું કહીશ ને, એટલે ના કહી દેશે મુઓ. એની મેળે જ ના કહી દેશે. હું એની પ્રકૃતિ ઓળખું કે આ કાંટાવાળી પ્રકૃતિ છે કે કાંટા વગરની છે ? એટલે એની મેળે જ ના કહેવા માંડ્યો અને પેલું મેં એમ ને એમ કહ્યું હોત ને કે ‘ભાગીદાર-બાગીદાર ના રાખીએ” તો આખો દહાડો કકળાટ ચાલે. અમને તો આવડે ને આવું બધું. કઈ બાજુથી આ આંટા ઉકેલવાના છે એ જાણીએ ને ! તે આવું થયું તું. મેં તો જાણું, “આની જોડે ક્યાં ભાંજગડ કરીએ આપણે?”
ભત્રીજો એટલે મનમાં ભાવ કે કંઈક ઠેકાણે પાડું મારા મનમાં નક્કી ખરું કે એને કંઈક રસ્તે પાડવો. એટલે પછી