________________
૩૦૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
છું કે બધા માણસોને હું ચોર કહેતો નથી. જેનો ચોરનો સ્વભાવ જ છે નિરંતર તેને હું ચોર કહું છું અને જે સંજોગવશાત્ ચોરી કરે છે એને ચોર હું કહેતો નથી. મારી વાત સમજાય તો બહુ કિંમતી છે અને જગતના લોકો કોને પકડે છે ? જગતના લોકો કોને ચોર કહે છે ? છીડે પકડાયો તેને. મૂઆ, આખી જિંદગી એણે નથી કરેલું, આજે પકડાયો તો કાયમ માટે એની આબરૂ બગાડી નાખો છો ? એ મારી પાસે નહીં. તે આ સંજોગવશાત્ તો રાજાય ભીખ માગે. માટે એ રાજા રાજાપણું છોડતો નથી એટલે આ અમારું વાક્ય બહુ ઊંચું છે. સમજવા જેવું છે વાક્ય ! અને જગત આખું આમાં જ સપડાયું છે. પકડાયો કે આજે મેં જાતે જોયો. અલ્યા મૂઆ, એનું આગલું-પાછલું ચારિત્ર જો. હજારો રૂપિયા આપે તો ના લે એવા માણસોને ચોરી કરવાનો પ્રસંગ આવે છે, તો એના ચારિત્રને ધૂળધાણી કરી નાખો છો ? એક તો તમારી જાત બગાડો છો ! અને કાયમને માટે એની જાત બગાડો છો. એની ઉપર આરોપ આપો, તે એને બહુ આઘાત લાગી જાય.
આ અમારું વાક્ય જો સમજવામાં આવે તો બહુ કિંમતી છે. સંજોગવશાત્ ચોર કહીએ છીએ અમે. રાવણે બીજું કશું કર્યું નથી, સંજોગવશાતુ ખાલી કુદૃષ્ટિ કરી. એણે એક વિચાર એવો કર્યો કે મારે પકડી લાવવી છે એને. તે એને માટે આટલું બધું જગતે કર્યું ! જે મોટામાં મોટો સાયન્ટિસ્ટ, વિજ્ઞાની, એને ભગવાને પણ “ભગવાન” કહેલો છે. એ પ્રતિનારાયણ કહેવાય. તે એને આ દેશના લોકો વગોવે છે. એ દેશનું શું ભલીવાર થાય તે ? એના પૂતળા બાળે છે ! ધન્ય છે આ જગતને (!)
જાત છોડાવવા લોકોએ ભત્રીજાને ચઢાવ્યો પ્રશ્નકર્તા : કુટુંબની બહુ વિચિત્ર હોય એવી પ્રકૃતિ સાથે આપે કેવી રીતે વ્યવહાર કર્યો ?
દાદાશ્રી : અમારા એક ભત્રીજા હતા, તે શું કરે ? રીસ ચઢે ને, તો પાડોશીની ભેંસનું ગાળિયું કાપી નાખે, તે ભેંસ જતી રહે. એટલે બધા પાડોશીઓ બિચારા ચિઢાયા કરે મનમાં, અને એ લોકો બોલે તે પહેલાં