________________
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
૩૦૧
તમારા ગજવામાં હાથ ઘાલતા'તા, તે થોડું-ઘણું કાંઈ ઓછું થયું છે ?” મેં કહ્યું, “ના, મારી ઓટીમાં હતા તે મને જડી ગયા.” પણ મને પેલું મળી ગયું, કોણે હાથ ઘાલ્યો તે ! હવે એ ભાઈને તો હું માનું કે આ ચોરી કરે નહીં એવો અમારો અભિપ્રાય એની માટે. આ એક ફેરો અભિપ્રાય બાંધ્યો એટલે બસ, એ બીજું તેમાં ફેરવવાનું નહીં.
અરે ! ચોર ખુદ અમારા જોવામાં આવ્યો હોય, શંકા તૂટી ગઈ હોય, અમે છેટેથી જોઈ ગયા હોય, તોય અમે એને ચોર કહેતા નથી. કારણ કે એમને જો ચોર કહું તો મેં જ કહ્યું છે ને કે આ ચોર હોય નહીં. પછી મારે સર્ટિફિકેટ બદલવાનો વખત આવ્યો ? તો શું હું છે તે આ એક કૉલેજના સર્ટિફિકેટ કરતાય ગયો ? લે, તો આનો પુરાવો શો ? ત્યારે કહે, “અમારો કાયદો છે.”
હું મોરલ વેચાતું લેતો હતો પછી બીજે દહાડે એ આવે તો એ જાણે નહીં એવી રીતે કોટ આવો મૂકી દેવાનો એટલું જ અગર કોટમાં વધારે રાખવાનું નહીં. કોટમાં કાઢવા જેવું મૂકી દેવાનું. એ જાણે નહીં એ રીતે પાછું. એને અપમાન ના લાગે એ રીતે! પણ એના પર અમે એવું મન ના રાખીએ કે પ્રિયુડિસ ના હોય કે આ લઈ ગયો તો ના રખાય.
પ્રશ્નકર્તા : એને બીજીવાર પૈસા લેવાનો ચાન્સ ન આપો?
દાદાશ્રી : આપીએ નહીં અને છતાંયે અપાઈ જાય તો એ લઈ ગયો તો અમે પ્રિયુડિસ ના રાખીએ.
હું મોરલ વેચાતું લેતો'તો. ચોરી કરે તોય એને ફરી બોલાવતો'તો ને ચેતતો રહેતો’તો. ત્યાં કોટ ના કાઢું. પણ એને એમ ના કહું કે તું ચોર છે. મને પુરાવો મળે, બધું મળે તોય ના કહું. કારણ કે હું માણસને ચોર કહેતો નથી, હું ચોરને ચોર કહું છું.
પ્રશ્નકર્તા: ચોરને, મનુષ્યને નહીં ! દાદાશ્રી : ના, એ તમે કહો છો એ નહીં. હું એવી દૃષ્ટિથી કહું