________________
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
૨૯૯
સંજોગવશાત્ અને પરમેનન્ટ, એ બેમાં કઈ બાબત પર છે આ માણસ, એટલું જ અમે જોઈએ.
આપણા લોકો તો સંજોગવશાત્ એક દહાડો પકડાયો તો એને કાયમનો ચોર કહે આ તો. હવે એને આરોપ આપવાથી એના કેટલા બધા ગુના લાગે ? શી શી કલમો લાગે ? આ ઈન્ડિયનો સંજોગવશાતુને ચોર જ ઠરાવી દે છે, જાણે એના મેકર (બનાવનાર) હોય એમ.
સંજોગવશાતું ચોર તે ચોર નહીં, દાદાની આગવી દષ્ટિ
તમે ચાર વખત ચોરી કરો તોય હું તમને ચોર ના કહું, કારણ સંજોગવશાત્ ચોરી કરો છો. તમે ચોર નથી અને એ ચોર તો જુદા છે. સંજોગવશાત્ નહીં, એ તો એનો વેપાર જ છે. અને આપણામાં તો સંજોગવશાત્ પકડાયો કે લોકો કહે, જવા દો એનું નામ. એવું ના બોલાય મૂઆતું માર્યો જઈશ. સંજોગવશાત્ રાજા ભીખ માગે કે ના માગે ? અરે, સંજોગવશાત્ હું હઉ ભીખ માગું. ત્રણ દહાડા ખાવાનું ના મળ્યું હોય તો મહીં લ્હાય ઊઠે ને, તે લાવ” કહીએ. માગે કે ના માગે ? તે સંજોગોના ગુલામ છે મનુષ્યો. તીર્થકરોય સંજોગોના ગુલામ હતા, આ કહી દઉં. છતાં પોતે સ્વતંત્ર હતા એક બાજુ. પણ જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી ગુલામી તો ખરી ને ! એટલે આ ગુલામી છે એક જાતની. મહીં ભરહાડ (લા કે સગડીનો ઊનો રાખવાનો ભાગ) લાગ્યો હોય, તે શું થાય ?
પ્રશ્નકર્તા: આવું ચોખ્ખું કોણ કહે, દાદા ? દાદાશ્રી : સંજોગવશાત્ ચોર તો રાજા પણ થઈ શકે છે. પ્રશ્નકર્તા: હા, દાદાજી.
પ્રિન્યુડિસ રહેવું એ મોટો ગુનો દાદાશ્રી : જ્યારે ત્રણ દહાડા ખાવાનું ના મળે તો ભિખારીના ઘરના રોટલા ત્યાં આગળ પડ્યા હોય તો છાનોમાનો લઈ લે કે ના લઈ લે ? છાનુંમાનું લેતા આવડે રાજાને ? બધું આવડે ભૂખ લાગી હોય ત્યારે. મારી દષ્ટિએ સંજોગવશાત્ ચોર આખી દુનિયા જ છે. પણ સંજોગવશાતુના