________________
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
ચા પાવાની તમે કહો, તો તમે કહો એટલી પાય એ લોકોને. અહીંથી તરસાળી બધા જાત્રામાં જાય ને, તે એમને બોલાવી લાવે. ‘હેંડો, આ દાદાનું મોસાળ અહીં અમારે ત્યાં.’ તે બોલાવીને ત્યાં ચા-પાણી પાય એ લોકોને. બધું દૂધ જ એમાં વાપરે. એટલું તો આવડે છે ને ! આ જેને આવડે છે, એને પેલું નહીં આવડે તો ચાલશે.
દાદાને સોંપ્યું તો બધું રાગે પડી ગયું
એ બહારનું કામ કરે નહીં પાછું અને લહેર-પાણી કરવું બસ એ જ ધંધો. ના ખેતરમાં જાય કે ના બહારનું કામ કરે. નોકરીઓ હું અપાયા કરું અને પેલા મારા નામથી પગાર આપ્યા કરે. એ તો ફરતો રહે, પછી કશું કામ કરે નહીં. એટલે પછી મેં બંધ કરી દીધું. મેં કહ્યું, ‘પેલા બિચારા મારા નામથી ક્યાં સુધી પગાર આપે ?’
૨૯૭
તે આખી જિંદગી એણે નોકરી કરી નથી, એ અમારા મામાના દીકરાએ. એને કશું આવડે નહીં ને ! પછી આ લહેર-પાણી ને ભજિયાં કરવા. એક ભાઈ મોટો કોન્ટ્રાક્ટર પણ એ એને સોંપે ત્યારે ને ? રામ તારી માયા. આપવા-કરવાનું નહીં. શીખેલા જ નહીં ને ! મેં કહ્યું, ‘આ ભાઈનું જો તો ખરો ! પાછો આ છ છોડીઓનો બાપ છે. પાછી પૈઠણો આપવાની. પૈસોય કમાતો નથી, એમ ને એમ...' તે પછી એના ભાઈને કહ્યું, ‘એને કાંઈક રૂપિયા આપજે.’ પાછા એના ભાઈ મને શું કહે ? ‘તમે કહો તો આપું, નહીં તો મારાથી અપાય નહીં. મારાથી હાથ છૂટે એવો નથી.’ કહે છે. મેં કહ્યું, ‘પણ તારા ભાઈની આગળ હું કહું ને તું આપું એ કઈ જાતનો કાયદો ? હું તમને સલાહ આપું, એટલે મારી આજ્ઞા છે એમ કરીને. જો હું આજ્ઞા આપું તો તું પચાસ હજાર આપી દે, પણ હું સલાહ ના આપું ત્યારે એ ભાઈ તારો કે મારો મૂઆ?”
તે એક ફેરો એ મને કહે છે કે ‘ભાઈ, મારે ત્યાં છોડી પૈણે છે, દસેક હજાર રૂપિયા આપશો ?” મેં કહ્યું, ‘લઈ જજે.’ એની છોડી હીરાબાને ખાવાનું કરી આપતી'તી એમ કરીને દસ-પંદર હજાર રૂપિયા અને બીજા પાંચેક હજાર અમારે ત્યાં એના છોકરાના નામ ઉપર ધંધો