________________
૨૯૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
અમારી જોવાતી દષ્ટિ જ જુદી ને દાદાશ્રી : (શંકરભાઈ તરસાળીવાળા) અહીં રહે ને હુક્કો ભરી આપે નિરાંતે. તે પેલા બધા એને વઢે ત્યારે હું ઉપરાણું લઉં. મેં કહ્યું, “એનું નામ ના દેશો, હલ થશે.” આ એમણે હુક્કા ભરેલા કંઈ નકામાં જવાના છે ? હા, પણ આવડે નહીં, એને શું કરવાના? એમને ફાવે નહીં આવું તેવું, સર્વિસ ફાવે નહીં. અને તે શી રીતે પૈણ્યા તે કહું ? તે આટલી પાંસઠ વર્ષની ઉંમર થઈ એટલે હવે કહીએ તો ખોટું દેખાય. ખોટું દેખાય ને શંકરભાઈ ?
પ્રશ્નકર્તા (શંકરભાઈ) ના દેખાય, કશું ખોટું નહીં, દાદા.
દાદાશ્રી : ના દેખાય ખોટું ? એ પૈણવાના હતા ને, ત્યારે ઘરવાળા બધા કાકાઓ શું કહે છે ? “આને તમે લઈ જઈને શું કરશો ?” ત્યારે પેલા લોકો કહે છે, “અમે એમને નથી આપતા, આ ઉંબરાને આપીએ છીએ.” અત્યારે ચારેય છોકરાંઓ નિરાંતે કમાય છે, બધાય કમાયા. એટલે એમને કમાવાની જરૂર જ ના રહી ને ! છોડીઓ છ છે નિરાંતે. લોક કહે. “છોડીઓ શી રીતે પૈણાવશો આવડી મોટી ?' મેં કહ્યું, “અલ્યા મૂઆ, એની પાછળ ના પડશો. એની પાછળ પડીને શું કાઢવાનું ?”
પ્રશ્નકર્તા: એ કહેતા હતા કે “કશું કમાયો નહીં, મેં તો કશું કરેલું નહીં જિંદગીમાં અને મારે છ છોડીઓ. બધા ચિંતા કરે પણ દાદા કહે કે તને ખબરેય નહીં પડે ને તારી દીકરીઓ પરણી જશે.” એ કહે કે “પછી મારે એવું જ થાય છે.”
દાદાશ્રી : એવું થાય ને ! નહીં તો પાટીદાર નાતમાં છ છોકરીઓ હોય તો ઝેર ઓગાળવા પડે.
પ્રશ્નકર્તા : હં, ઝેર ઓગાળવા પડે. પણ આ તો દાદા, આ માપવાનું ત્રાજવું જ જુદું ને?
દાદાશ્રી : એમનો માલ બહુ ઊંચો પણ પેલું કશું આવડ્યું નહીં અને હાડકાં નમ્યા નહીં. થોડી મહેનત કરવાની થાય ને, એ ગમે નહીં.