________________
૩00
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
ચોરને ચોર ના કહો, નહીં તો ભયંકર દોષો બેસશે. તમને સમજણ પડે, સંજોગવશાત્ બને એવું કે ના બને ? સંજોગવશાત્ બને એની પર પ્રિયુડિસ (પૂર્વગ્રહ) રાખવું એ મોટો ગુનો છે. હું તો પ્રિયુડિસ જ રાખતો નહોતો. પ્રિજ્યુડિસ શાને માટે રાખવાનું ? આ પ્રિડિસથી તો આ જગત ઊભું રહ્યું છે.
આપણા બાપા હોય, કોઈ સંજોગોમાં એને કો'ક કહે, “કાકા, મને બસ્સો રૂપિયા આપો ને, મારે બહુ અડચણ છે.” હવે કાકા અહંકારી હોય એટલે ના કહેવાય નહીં પેલાને અને અહીં ઘેર છોકરા આગળ ચલણ ના હોય. ત્યારે શું કરે ? છોકરાના ગજવામાંથી કાઢી લે. હવે એ ચોર છે ? શું છે ? સંજોગોના આધીન છે. - સંજોગોના આધીન કોઈ માણસે કર્યું હોય એને અમે ગુનો ગણતા નથી. કાયમનો ચોર હોય એનો અમે ગુનો ગણીએ. એના માટે તો અમારું સર્ટિફિકેટ હોય જ, પણ તે ચોર તરીકેનું નહીં. એટલે એના તરફ આ અભાવ ના હોય અમને. તમને કેમ લાગે છે, આ કાયદા કશું કામમાં લાગે?
પ્રશ્નકર્તા : હા, બરોબર છે. અમે એક અભિપ્રાયવાળા, ન બદલીએ સર્ટિફિકેટ
દાદાશ્રી : અમારા કાયદા જુદા છે, તમારા કાયદા કરતા. અમે એક અભિપ્રાયવાળા. એક જ જાતનો અભિપ્રાય, અભિપ્રાય બદલવાનો નહીં. એટલે અમારે શું કરવું પડે? તે ઘરમાં કોટ કાઢ્યો છે અને એમાં બસ્સો રૂપિયા પડ્યા છે. અને એક માણસ એ નહીં લે એવો મને અભિપ્રાય બેઠેલો કે આ માણસ ક્યારેય પૈસા લે નહીં, ચોરી કરે નહીં. હવે એ માણસ છે તે આવ્યો’તો અને ગજવામાં હાથ ઘાલેલો એવું ઘરનું કોઈ માણસ જોઈ ગયું હોય, મેં ના જોયું હોય. પછી મારે તો પાછા બહાર જવાનું થયું. બહાર કંઈ પૈસાની જરૂર પડી ત્યારે મહીંથી પૈસા ના નીકળ્યા. બહાર જઈને હું આવ્યો, મેં ઘેર કહ્યું, ‘આમાં પૈસા કોઈએ લીધા'તા?” ત્યારે કહે, “ના, અમે લીધા નથી. ત્યારે શું છે ?' મેં કહ્યું, “ના, કશું નથી, કશું નથી. મારી ઓટીમાં ઘાલ્યા'તા તે મને જડ્યા.” પછી કહે, “પેલા ભાઈ