________________
૨૯૮
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
કરેલો ઈન્કમટેક્ષ બચાવવા, એમ કરીને વીસેક હજાર રૂપિયાની રકમ આપી હતી. એણે સિત્તેર હજારનો ખર્ચ કર્યો તેમાં પતી ગયું ! હવે શું કહે છે ? “ભાઈ, મારે બાર મહિને લાખ રૂપિયા આવતા હોય તો મારે તમારા પૈસા આપવાના.” “રહેવા દે ને, હમણે મેલ પૂળો’ કહ્યું. હવે એ એક આનોય કમાતો નહોતો. એના એક છોકરાને મારે ત્યાં તેડી ગયો. મેટ્રિક થયેલો અને એ થયો મોટો કોન્ટ્રાકટર, બહુ જબરજસ્ત બુદ્ધિનો. અમારું મકાન એણે બાંધ્યું પહેલું અને અત્યારે બાર મહિને લાખ રૂપિયા કમાય છે. આવું થાય છે ! એ ભાઈને છ-છ છોડીઓ શી રીતે પૈણાવે ? પણ લોકોને કોઈ મળી આવે છે ને ! પાછો લોકોને શું કહે ? મારા ભાઈ “ભગવાન” છે. પહેલેથી, આજથી નહીં, મને જ્ઞાન નહોતું થયું તોય. તે કહે, “ભાઈ, મેં તમને સોપ્યું તો મારે બધું રાગે પડી જશે. ભાઈ તમે જે કરશો એ ખરું. મને તો આવડતું નથી કાંઈ.” તે બધું સોંપી દીધેલું. એટલે બધું રાગે પડી ગયેલું. લોકો કહે, ‘તમને સોંપ્યું તો કામ થઈ ગઈ ગયું અને નહોતું સોંપ્યું એ ભાઈઓ રહી ગયા.” એવું છે આ તો !
પકડાય તે નહીં, નથી પકડાયા એ ચોર એટલે જો તમારો ભત્રીજો એવો હોય, કોઈ દહાડોય બિચારો કોઈના ગજવામાંથી કશો પૈસોય ના લે. હવે એ માણસે એક દહાડો ગજવામાંથી બસ્સો રૂપિયા કાઢ્યા ને લઈ ગયો અને આપણા ઘરમાંથી કોઈ માણસે જોયો. પછી એને પૂછયું, ઘરના હિસાબે કે “તે બસ્સો લીધા છે ?” ત્યારે કહે, “ના, મેં નથી લીધા.” તો આપણે સમજીએ કે આ કોઈ દહાડો લે એવો નથી છોકરો. માટે સંજોગવશાત્ છે. કોઈ સંજોગમાં ગૂંચાયેલો લાગે છે. એટલે આપણે એને “ચોર’ ના કહેવો જોઈએ. અને આ હિન્દુસ્તાનના બધા લોકો એને “ચોર’ કહે છે. સંજોગવશાત્ પકડાયા એને “ચોર” કહે છે. મેર ગાંડિયા, નંગોડ, આ કઈ જાતના માણસો છે ? જે નથી પકડાયા એ જ મૂઆ ચોરો છે. ખરા ચોર તો પકડાય જ નહીં. આ સંજોગવશાતુ પકડાઈ જાય બિચારા અને ખરો ચોર તો આંખમાં ધૂળ નાખીને જતો રહે. એટલે સંજોગવશાતુ ચોરને અમે ચોર કહેતા નથી. સંજોગવશાતુ કોઈ માણસે ચોરી કરી તો એના ચારિત્રમાં ફેર થઈ શકે નહીં. કારણ કે