________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
દાદાશ્રી : હવે ફરજ ઊડી ગઈ બધી. હવે બધો સમાન ભાવ થયો છે, પણ તે દહાડે તો ફરજ હતી કે નહીં ? તમે કેમ કહો ? વ્યવહાર ખરો ને આમ ? પણ આ દાખલો બહુ મુશ્કેલીવાળો છે, નહીં ?
૨૯૪
પ્રશ્નકર્તા : દાદા, આટલી જાગૃતિ ને આ વિચાર આવવો એ બહુ મોટી વાત છે.
માગતા પહેલાં પૈસા આપી સામાતી આબરૂ બચાવી
દાદાશ્રી : એટલે કોઈનેય માગવા દીધેલું નહીં. મારી પાસે જેને જરૂર હોય ને, તેને કોઈનેય માગવા દેવા પડે એવો વારો આવેલો નહીં. હું પહેલેથી એને કહું કે ‘મારી પાસે પૈસા આટલા વધારે છે. તે જરૂર હોય તો લઈ જાવ.' તરત પેલો તૈયાર જ બેસી રહ્યો હોય. તે માગવા સુધી તમે આ લોકોની આબરૂ લો છો? જો આપવા જ છે તો માગવા દેશો નહીં. નહીં તો ‘આપવા નથી’ એમ કહી દો. ખરું કે ખોટું ? પણ આપણા લોક શું કહે, ‘એ માગશે તો આપણે આપવાના છીએ, નહીં તો આપણે કંઈ આપીએ નહીં.' અલ્યા મૂઆ, માગવાથી તો એની સાત પેઢીની આબરૂ જાય, નાક જાય ! આ તો ક્ષત્રિયો એટલે ભલેને ભિખારા જેવા હોય તોય...
પ્રશ્નકર્તા : માગે જ નહીં કોઈ.
દાદાશ્રી : અને હિન્દના આર્યલોકો છે, આર્ય આચાર-વિચારવાળા છે. ભિખારી જેવા હોય તોય ના ધરે હાથ.
એતો સગોભાઈ આક્ષેપ આપે, પણ અમે પ્રેમ આપીએ
તે પછી મામાના દીકરા એક દહાડો કહે છે, “મારા એક ઓળખાણવાળા આવવાના હતા. એમને મળવા જવાનું હતું તો મારા મોટાભાઈનું ધોતિયું કાલે પહેરી લાવ્યો'તો ને નવું, તે મારા મોટાભાઈ ‘ચોરી ગયો, ચોરી ગયો’ કર્યા કરે છે. આ આવું કરે છે.’’ તે પછી એના મોટાભાઈને કહ્યું, ‘અલ્યા, ધોતિયું લઈ ગયો પહેરવા તેને ચોરી કહો છો ? મૂઆ, કઈ જાતના લોક છો?’ એટલે મેં એને કહેલું, ‘મારા ધોતિયા લઈ