________________
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
જાળવતા આવડતો હોય તો બીજી જગ્યાએ છેતરાય નહીં. એ હઉ છેતરાય છે. માટે ખાલી ભય જ છે એક વ્યવહાર જાળવવાનો. શું કરશો હવે ?
૨૯૩
એવું છે ને, દુનિયા ચાલે છે એ ભ્રાંતિથી ચાલે છે. બધા ઊંધા રસ્તા છે. જો તમારે સદ્માર્ગે જવું હોય અને સનાતન સુખ જોઈતું હોય તો આ માર્ગ છે. લોકો ચાલે છે એ રસ્તે નથી, એનાથી કંઈ ઊંધા ચાલો. એ તો મને નાનપણમાં જ સમજણ પડી ગઈ હતી. પણ એટલું આવડી જાય તો કામ નીકળી જાય, નહીં તોય લઈ જ જવાના છે ને પેલા ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : નથી લઈ જવાના ? અને એના કરતા રૂપિયા વધારે છે આપણી પાસે ? બહુ ત્યારે બેંકમાં ભેગું ના થયું મારે એટલી જ મુશ્કેલી ને !
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તોય હીરાબાનું તો છે સારી રીતે. મારી પાસે ના રહ્યું ફક્ત. ત્યારે મારે જોઈએ છે શું ? શેના હારુ જોઈએ મારે ? મારે નાણું શેના માટે? બધું બોજારૂપ.
પ્રશ્નકર્તા ઃ તમને આ બધા જોઈએ.
દાદાશ્રી : હા, બસ, બસ, બહુ થઈ ગયું. મારે તો તમને બધાને જોઉ, એ મને ખૂબ આનંદ ! શંકરભાઈને જોઉ તોય અત્યારે આનંદ. એમના માટે કોઈ દહાડો ચીઢ ચઢી નથી. નાનપણમાં ચીઢ ચઢી હશે વખતે, પછી નહીં. સુધા૨વા પ્રયત્ન કર્યો પણ પછી જાણ્યું કે ‘એમાં કંઈ ભલીવાર આવે એવો નથી.’ ત્યારે અમારા બીજા મામા કહે છે, જે એના કાકા થાય, કે ‘આ પથરો છે, એને શું કરવા તમે લોકો સુધારવા ફરો છો ? તમારા ટાંકણા બધાય નકામા જશે.' મેં કહ્યું, ‘મામા, મારા ટાંકણા નકામા જશે. તમારું કશું જવાનું છે આમાં ? મામાના દીકરા તરીકે મારી ફરજ નહીં ?’
પ્રશ્નકર્તા ઃ બરોબર છે.