________________
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
૨૯૧
છે તેને શું કહો છો ?” ત્યારે કહે, “ખપવાળો હશે તે લઈ ગયો હશે.” એટલા બધા સુંવાળા લોક બહાર હોય છે. આ જ્ઞાન ના લીધેલું હોય, તે એને ખપ હશે ત્યારે લઈ ગયો હશે. હોય કે ના હોય ?
પ્રશ્નકર્તા : હોય.
દાદાશ્રી : બાકી ખાનદાન માણસના છોકરાં ચોર હોય એવું હું માનતો નથી. હું સ્વીકાર ના કરું. ખાનદાન જો ચોર થાય તો એ ખાનદાની શેની કહેવાય ?
એટલે કાલે અમારા મામાના દીકરા આવ્યા હતા. તે આ નીરુબેનને કંઈક કહેતા હતા કે “દાદાજીના ગજવામાંથી હું શું કરતો હતો ?”
પ્રશ્નકર્તા : એ કહે, “મારે સિનેમા જોવું હોય તો છાનોમાનો પૈસા કાઢી લઉ એમના ગજવામાંથી.”
દાદાશ્રી : એવું બીજું-ત્રીજે દહાડે. ત્યારે દસની નોટ ઓછી થયેલી હોય. એટલે હું જાણું કે બીજું કોઈ લેતું નથી, આ ભાઈ એકલો લઈ જાય છે. તે મહીં એંસી પડ્યા હોય ને, તેમાંથી દસ કે વીસ જે જોઈતા હોય એટલા લઈને બીજા સાંઈઠેય રહેવા દેવાના. એટલે મને સમજણ પડે કે આ સાંઈઠ રહે છે માટે આપણા શંકરભાઈ હોવા જોઈએ, બીજો કોઈ હોય નહીં. મને તો ત્યારે યાદગીરી બહુ રહે. મારા ગજવામાં શું છે એ મને ખ્યાલમાં જ હોય. એટલે ફોડ ના પાડું.
આ દાદા “ભગવાન” જેવા છે.
પછી છે તે એક દહાડો બધા ભેગા થયા ત્યારે કહે છે, “હું તો પૈસા હઉ કો'ક દહાડો કાઢી લઉં, મારે જરૂર હોય ત્યારે.” આવું પાછું ઉઘાય કરે પાછો.
પ્રશ્નકર્તા : પાછા એ કહે કે, “હું તો એમ જ સમજું કે દાદાને ખબર નથી પડતી.”
દાદાશ્રી : હા, ‘દાદાને બધી ખબર પડે.”