________________
૨૯૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પ્રશ્નકર્તા : પણ પછી જ્યારે ખબર પડી કે દાદાને તો ખબર પડે છે ને બોલતા નથી, ત્યારે એમને લાગ્યું કે આ દાદા, “ભગવાન” જેવા છે.
દાદાશ્રી : તે મને કહે છે, “ભઈ, હું તમારા ગજવામાંથી પૈસા કાઢી લઉ છું, તે તમે જાણો છો ?” ત્યારે મેં કહ્યું, “ભઈ, બધુંય જાણું. તારે જોઈતા હોય એટલા કાઢી લેજે.”
તે પૈસા કાઢી લેતો'તો પણ તેને અમે ચિડાયા નથી, એને કશું કહ્યુંય નથી, મોઢ ટકોરેય નથી મારી. જાણે એને લાઈસન્સ કાઢી આપ્યું હોય ને, એવું રાખ્યું. શું કર્યું?
પ્રશ્નકર્તા : ખબર જ નથી પડવા દીધી કે તમે જાણો છો. આ તો દાદા એનું હૃદય પરિવર્તન થઈ જાય.
દાદાશ્રી : પરિવર્તનથી એ બોલતો'તો ને કાલે કે મેં દાદાના ગજવામાંથી તો બહુ દહાડા કાઢી લીધું છે પણ એમણે મને કહ્યું નથી કોઈ દહાડો. એટલે હા, પરિવર્તન થઈ જાય.
આટલું આવડી જાય તો કામ નીકળી જાય પછી હીરાબાએ બધી ચાવીઓ લઈ લીધી મારી પાસેથી, તમને બધાય છેતરી જાય છે તે. અમારા ભાગીદારેય ચાવીઓ લઈ લીધી. બધાએ ચાવીઓ લઈ લીધી.
પ્રશ્નકર્તા : દાદા, એ બધી વાત ખરી, પણ બધાએ આપની પાસેથી આ ચાવીઓ લઈ લીધી પણ એ બધાની ચાવી આપે લીધી. અમારા તાળા ખોલી આપ્યા આપે.
દાદાશ્રી : એ જાગૃત હોય ને ! વ્યવહાર જાળવવાનો ભય છે ને એ લોકોને ભય છે, તેથી વ્યવહાર જાળવી શકતા નથી.
પ્રશ્નકર્તા ઃ હા, ભય છે, ખરેખર વાસ્તવિકમાં એવું નહીં. દાદાશ્રી : હં, જો વ્યવહાર જાળવવાની શક્તિ હોય તો, વ્યવહાર