________________
૨૯૦
જ્ઞાની પુરુષ (ભાગ-૧) ના હોય, પણ એય ચાલ્યા કરતું હતું. પણ જેમ જેમ છેતરાઈએ ને, તેમ મજા આવતી ગઈ.
ક્ષત્રિય પ્રજા સગા ભાઈ પાસે માગી ના શકે, હાથ ધરી શકે નહીં. એટલે એ દૃષ્ટિએ હું એમને લેટ-ગો કર્યા કરતો હતો. મને પાછા કહે, મહિને-બે મહિને તમારા ગજવામાંથી જરૂર હોય ત્યારે થોડા પૈસા લઈ લઉ .” કહ્યું, “હું જાણું છું.” એનો વાંધો નહીં, કારણ એનો હક છે.
પ્રશ્નકર્તા બરાબર છે.
દાદાશ્રી : આજના ક્ષત્રિયોને તો માગતા હઉ આવડે છે ! મેં તમારે ત્યાં થાપણ મૂકેલી હોય ને, પછી મને તો આખી જિંદગી માગતા ના આવડે.તે મને મહીં શું આવે ? અત્યારે એની પાસે ના હોય તે વખતે આપણે માગીએ તો એને દુઃખ થાય. આવું હઉ ફરી વળે બધું. એટલે આ આવું ઊભું થાય એટલે કોઈની પાસે માગતો નથી, સામાને દુ:ખ ના થાય એટલા માટે. કહેશે, “આપણા છે ને.” મેં કહ્યું, “ભઈ, આપણા છે પણ એને દુઃખ થાય ને ! અત્યારે એની પાસે ના હોય તો ?”
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : તે આ જ્ઞાન પછી થોડુંક શીખ્યો, તેય ખાસ નથી આવડતું. અને હવે આવું શીખીને ક્યાં જવું છે ? મોક્ષે જવું છે. આપણે તો. હવે તો એ આડાઈયે નથી રાખવી અને અડિયલપણુંય નથી રાખવું. પ્રશ્નકર્તા : બરાબર.
ખાતદાત માણસને ચોર કેમ કહેવાય ? દાદાશ્રી : જો એને કહે તો મામાના છોકરા જોડે સંબંધ તૂટી જાય અને કેટલા રૂપિયા માટે? બસ્સો-પાંચસો રૂપિયા માટે. અને એની છોડી આવે ત્યારે તમે દસ હજાર ઘસાવ. હવે તો એમ જ ચાલવા દો ને ગાડું, જે રીતે ચાલે છે તે. તૂટી જાય કે ના તૂટી જાય ? “ચોર છો, હરામખોર, મારા ગજવામાંથી ચોરી ગયો ના કહેવાય એવું. કોઈ બહારનો લઈ ગયો તોય ના કહેવાય. અને કેટલાક માણસોને હું કહું છું, “આ ચોરી કરી જાય