________________
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
ના ધરે, એટલે મેંય ચાલવા દીધું. બીજી જગ્યાએ નહીં લે. તે મારે ત્યાં હક નહીં એમને ?
૨૮૯
પ્રશ્નકર્તા : પણ એ ભાઈ કહે છે ને, ‘લઈ લઈએ નહીં તો બીજું શું કરીએ ?’
દાદાશ્રી : બીજું આપે કોણ ? ભાઈ આપે નહીં, કોઈ આપે નહીં! પ્રશ્નકર્તા : બીજા પાસે માંગેય નહીં.
દાદાશ્રી : ના માગે, હાથ ધરે નહીં. શા હારુ મારે એમ કહેવું કે તું કેમ કાઢી લઉ છું ? તે ચોર ઠરાવું એને ? આવો ખાનદાન મા-બાપનો છોકરો જેના ઉંબરા ઉપર લોકો કન્યા આપે છે ! ઉંબરાને કન્યા આપે છે, માણસને નથી આપતા, એને મારે ચોર ઠરાવવો હવે ? તમને કેમ લાગે છે ? જોઈતા હોય તો કાઢી લે. બસ, બીજું કશું વધારે નહીં ને ! આ એક ઈતિહાસ છે એમનો તો લખાય એવો.
હતો.
તહોય ચોર એ, માગતા આવડતું નથી
આ કોઈ કહે, ‘તમારા મામાનો દીકરો ચોરી કેમ કરે છે ?' મેં કહ્યું, ‘ખાનદાન છે એટલે. નાલાયક હોય તો ચોરી ના કરે, માગતા આવડતું હોય તો.’
પ્રશ્નકર્તા : માગતા આવડતું હોય તો ચોરી ના કરે.
દાદાશ્રી : હું, ચોરી ના કરે. માગતા નથી આવડતું માટે આવી રીતે લે છે. માગતા ન આવડે એવા માણસ ખરા કે નહીં, નાકવાળા ? મેં કહ્યું, ‘અમારા મોસાળિયા ખાનદાન ઘરના છે.’
પ્રશ્નકર્તા : એ કહે છે કે મને લેવાનો અધિકાર હતો એટલે લેતો
દાદાશ્રી : હા, બરોબર છે. પણ અધિકાર તો શેનો ? કારણ માગતા નથી આવડતું. માગવું ને મરવું બે સરખું લાગે છે. અધિકાર તો ખરો ને. અધિકાર પણ આવી રીતે ના હોય. પૂછયા વગર લેવાનો અધિકાર