________________
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
૨૮૭
જ નહીં.” એટલે મેં પેલાને કહ્યું કે “હશે, હિસાબમાં જે હોય તે ખરું. એ તો ચોપડામાં તેમનું જે કંઈ નીકળતું હશે તે હશે જ ને !” મૂઆ, આવા ભાંજગડિયા લોક હોય છે !
જરૂર પૂરતા જ લીધા પૈસા, માટે જ હોય એ ચોર
પ્રશ્નકર્તા : જ્ઞાન પહેલાં પણ આવી સમજણ, આ તો જબરજસ્ત નોબિલિટી કહેવાય ! આવા કુટુંબના બીજા પ્રસંગો હોય તો કહો ને, દાદા.
દાદાશ્રી : અમારે એક મામાનો દીકરો હતો. તે વાપરવાના પૈસા ના હોય તો મારા ગજવામાંથી કાઢી લે. એટલે હું જોઉ કે પચાસ રૂપિયામાંથી આ ત્રીસ રહ્યા, વીસ કંઈ ગયા હશે ? પણ લઈ જનાર ચોર હોય તો બધા લઈ જાય. માટે છે મારા ભાઈનું કામ. એટલે હું માંહ્યોમાંહ્ય આને જાણું પહેલેથી કે આને પૈસા ખૂટ્યા હશે અને એણે લીધા હશે. એવું ઘણાં વખત કરે તોયે મોઢે કહું નહીં કોઈ દહાડોય. મામાનો છોકરો એની આબરૂ ખોદાતી હશે ?
અમારા ગજવામાં એને હાથ ઘાલવાનો અધિકાર. બીજું કોણ ઘાલે ? તે એ શું કરે ? બહુ દહાડાથી પૈસા લઈ જાય. હીરાબાનેય કહેવાનું નહીં, હીરાબાય ગુસ્સે થઈ જાય. એટલે દસની નોટ મહીં બીજે દહાડે જોઉ તો ના હોય તો હું સમજું કે એ ભાઈ લઈ ગયા.
ખાતદાત માણસને મૂંઝવવું એ ખોટું ગણાય.
ત્યારે આ નીરુબેન મને કહે છે, પછી તમે એમને કહો નહીં કશું?” મેં કહ્યું, “શું કહેવાનું ?” ત્યારે કહે, “ચોરી કરે એ સારું કહેવાય ?” મેં કહ્યું, “ચોરી નહોતો કરતો એ. ખાનદાન માણસનો છોકરો ચોરી કરે નહીં.”
એ ચોરી નહોતો કરતો. એ તો આપણા લોક એને “ચોર’ કહે, હું ચોર’ ના કહું. ખાનદાન માણસનો છોકરો, ચોરી કેમ કરીને કરી શકે ? ત્યારે મને કહે, ‘ત્યારે તે શું કરતો હતો ?” મેં કહ્યું, “એ માગવાની ખાનદાની કરતા લેવાની ખાનદાની સારી.” એનાથી માગી નહીં શકાય, આમ હાથ નહીં ધરી શકાય, ખાનદાન પુરુષ એટલે....