________________
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
૨૮૫
ગયો છું.” ત્યારે કહે, “બોલ શું છે તે ? તું શું સમજી ગયો છે ?” મેં કહ્યું, ‘તમે કંઈ જવા આવ્યા છો ?” ત્યારે કહે, “મારું ઈન્જિન બગડ્યું છે એટલે મારે મુંબઈ જવું જ પડે ને ?” બાની રૂબરૂમાં મેં કહ્યું, ‘હું ક્યાં ના કહું છું? પણ આ ધોળામાં ધૂળ પડશે.' ઉંમરમાં ઘરડા, વૃદ્ધ માણસ, કુટુંબમાં મોભાદાર, મોટી ઉંમર તોય આવું કહ્યું. બા હઉ કંટાળી ગયા કે “આ શું બોલે છે, અંબાલાલ !” ત્યારે એ મને કહે છે, “લે ત્યારે, રહેવા દીધી આ પોટલી. હમણે પાછો ત્યાં આગળ જાનમાં જઈશ.” પણ ગયા ત્યાં.
આવા અમારા ભાઈઓ બધા ! ના, પણ કેટલો બધો કડક શબ્દ બોલ્યો'તો ! કામનું નહીં ને એ બધું ! આવું થયા પછી વિખવાદ વધી જાય ને ! અને પછી વિખવાદની દવા કરવા જઈએ તો વેશ થાય. એ અજાયબી પણ, એ કહે છે, “આ પોટલી રહેવા દીધી. લે, આ કાલે સવારમાં હું જઈશ ત્યાં આગળ, તારે વાંધો છે હવે ?' કહ્યું, “ના, તો તો વાંધો નહીં.” એ ત્યાં ગયા, પણ અમે વઢીએય ખરા.
એમને ત્યાં લગ્ન હોય ને, તો અમારા પિતરાઈ ભાઈઓ શું કરે ? જમતી વખતે એમનો પાટલો મારી જોડે રાખવાનો. રાવજીભાઈ શેઠે બધાને કહી દીધેલું, ‘મારા ભાઈનો પાટલો મારી જોડે રહે.” ઠેઠ સુધી મર્યાદા બહુ સાચવેલી. નાનો ખરો ને, હું નાનો ભાઈ થઉં, બધાનો. મારા સાત-આઠ (પિતરાઈ) ભાઈઓ હતા. તે ભાભીઓય બહુ જોયેલી, તેય નાનો દિયરિયો લાડકો-લાડકો કરીને ઉછરેલો મને. એમ ઉછરેલો એટલે મિજાજ ભરાઈ ગયેલો, એનો પાવર મહીં, પાવર ! તે હેડેક થાય એવી ભાષા ! કેવી? પણ જો અત્યારે ભાષા સુધરી ગઈ છે ને ?
આ ભગવાન (જ્ઞાન) હાજર થયા પછી ભાષા સુધરી ગયેલી. બીજી રીતે બહુ ડાહ્યા હતા. પહેલાં ભગવાન નહોતા (જ્ઞાન નહોતું) તોય ડાહ્યા હતા પણ ભાષા બધી હેડેક થાય એવી, આધાશીશી ચઢે એવી ભાષા હોય.
વેલ્ડિંગ કરનારો માર જ ખાય હંમેશાં પ્રશ્નકર્તા : દાદા, આ તો તમે સારું જ કર્યું ને ! એ લોકોના વિખવાદ વધી ન જાય એ માટે તમે વેલ્ડિંગ કરી આપ્યું.