________________
૨૮૪
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પ્રશ્નકર્તા : બરાબર છે, સાચી વાત છે.
દાદાશ્રી : એટલે હવે મા-બાપની સેવા કરજો બરાબર, હં. ફરી ફરી લાભ નહીં મળે.
આધાશીશી ચડે એવા શબ્દો બોલતા જ્ઞાત પહેલાં
અમને પહેલાં અવળું બોલવાનીય ટેવ બહુ, ઊંધું-છતું બોલવાની ટેવ. ઊંધું એટલે આધાશીશી ચઢે એવું, હેડક થાય એવા શબ્દો અમારા. કેવા?
પ્રશ્નકર્તા: હેડેક.
દાદાશ્રી : હા, તે અમારા પિતરાઈ ભાઈ વીસ વર્ષ મારાથી મોટા, વીસ નહીં, પચ્ચીસ વર્ષ. આજે હોય તો પંચાણું વર્ષના હોય. તે એક દહાડો આવ્યા, પોટલી લઈને. તે હું બાની જોડે બેઠેલો.
આ તો અમારી હેડેકની વાત કહું છું, અમારી કેવી દશા હતી તે ! સાંભળવું છે બધાને ?
પ્રશ્નકર્તા: હા.
દાદાશ્રી : એમ? હા, બધા રાજી હોય તો, નહીં તો આ કંઈ કહેવા જેવી વાત નહોય.
એટલે મેં બાને કહ્યું, “આ તમારા ભત્રીજા આવ્યા.” એ ભાઈ સાંભળે એવું બોલ્યો, એમને જરા રીસ ચઢાવવા માટે. હું સમજી ગયો કે શેને માટે આવ્યા છે તે ! પેલો રમણ પરણવાનો હતો, ધર્મજ જાન જવાની હતી. આમને જવું નહોતું એમને ત્યાં એટલે અહીં આવ્યા, તે મુંબઈનો હિસાબ કાઢ્યો. એ કહે છે, “મારે ત્યાં મુંબઈમાં બધું સમું કરવાનું છે ને, તે મુંબઈ જવું છે.” તે બહાનું કાઢીને ઘેરથી નીકળ્યા. તે હું સમજી ગયો કે આમણે બહાનું કંઈ કાઢ્યું. હું જાણતો'તો કે આ બેનો વાંધો આવવાનો છે આ ફેરે. એટલે મેં બાને કહ્યું, ‘આ તમારા ભત્રીજા આવ્યા !” એ કહે છે, “અલ્યા, બાએ મને જોયો છે, એમાં તું શું કરવા કહું છું ? વચ્ચે ડહાપણ કરું છું. ત્યારે મેં કહ્યું, ‘તમે શેના હારુ આવ્યા, એ હું સમજી