________________
૨૮૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
દાદાશ્રી : હા, પણ તે “વેલ્ડિંગ' કરે એટલે માર પડે, અને “વેલ્ડિંગ” ના કરે તો “આવો કાકા, આવો કાકા’ કરે. પણ એ મારથી બધાએ વૈરાગ આપ્યો ને ! પછી આપણને સરવાળે શું આવે ? વૈરાગ આવે, નહીં તો વૈરાગ તે આવે જ નહીં ને ! આ જગત જોડે શી રીતે વૈરાગ આવે? તમને આવે વૈરાગ થોડો ઘણો ? અને આ દુનિયામાં “વેલ્ડિંગ’ કરવામાં તો હંમેશાં માર જ ખાવો પડશે. અને તે પછી વૈરાગ આવે કે આ બેઉના સુખને માટે “વેલ્ડિંગ’ કર્યું, તોય આપણને જ માર પડ્યો ! તે અમે પાર વગરનો માર ખાધો છે !
ભત્રીજો સંજોગવશાત્ આવું બોલ્યો હશે પ્રશ્નકર્તા : કુટુંબમાં સામા માટે સારું કરવા ગયા તોય માર પડ્યો, તે વખતે શું સમજણ રાખતા હતા ?
દાદાશ્રી : અમારા ભત્રીજા ચીમનભાઈને દેવું થઈ ગયેલું. તે તેમનું ઘર હરાજ થતું હતું, તે લોક એ રાખવા ભેગા થયેલા. ત્યારે મને થયેલું કે આ તેના છોકરાં શું કરશે ? ઘર વગરના થઈ જશે. તે મેં ઘર હરાજીમાં રાખ્યું. બીજે જ દિવસે એક જણ મૂઓ અમદાવાદ ચીમનભાઈને ત્યાં ગયો. મૂળ તો ભાદરણમાં ચીમનભાઈની આબરૂ ખલાસ થઈ ગયેલી. તે મૂઓ પાછો અમદાવાદ ખલાસ કરવા ગયો. તે પાંચ-સાત જણ બેઠેલા ને પેલો ચીમનભાઈને કહે, “અલ્યા ! ચીમનભાઈ, ભાદરણનું તારું ઘર હરાજ થઈ ગયું ને તે તારા કાકા અંબાલાલે રાખ્યું.” તે ચીમનભાઈ તરત જ બોલ્યા કે “એમાં એમણે શું નવાઈ કરી? હું અંબાલાલકાકા પાસે આઠ-દસ હજાર માગું છું. તે મૂઓ પેલો પાછો અમારે ઘેર આવ્યો ને બા બેઠા હતા ને તેણે વાત કાઢી. તે હું ચેતી ગયો ને સમજી ગયો કે એ મૂઓ પાછો મારા ઘરમાંય ઝઘડો ઘાલશે.
તે ઘણીય બીજી વાતો કાઢી. મેં એની વાતને ટાળવા પ્રયત્ન કર્યો. તોય તે મૂઓ કહે છે કે “ભઈ, હું અમદાવાદ ગયો હતો ને અચાનક ચીમનભાઈ મળ્યા. તે તો એમ કહેતા હતા કે હું જ અંબાલાલ પાસે આઠ-દસ હજાર માગું છું.” હું તરત જ સમજી ગયો કે “ચીમનભાઈ કંઈક સંજોગવશાત્ આવું બોલ્યા હશે, નહીં તો ચીમનભાઈ આવું બોલે