________________
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
૨૮૩ દાદાશ્રી : તે ફરી બોલ્યો નહીં પછી. આ મારા કડક શબ્દો સાંભળ્યા ને, એની દૃષ્ટિ ફરી ગઈ. પછી ચાર-પાંચ ફેરે મને કહ્યું, “મારી બા એવા નથી.” આ તો ઘેન ચઢયું'તું વહુનું. વહુનું ઘેન ચઢે, તે શું થાય ? અને વહુના ઘેનમાં છે તે વચનની તુલના કરવા બેઠો ! પણ ઘેન ઉતારી દીધું હડહડાટ, મારી-ઠોકીને. ત્યારે મારા વાઈફ (પત્ની) ત્યાં ઊભા હતા ને મેં પેલાને આવું કહેલું, તે મારા વાઈફ કહે, “આવું ના કહેવાય.” મેં કહ્યું, શું કહેવાય ત્યારે ? એનો રોગ ના કાઢીએ તો પછી હું દાદો શેનો ? દાદો થયેલો છું.” તે પણ કેવો શબ્દ બોલ્યો ! આવા કોઈ બોલ્યા હશે શબ્દો, કે “નવ મહિના તો તારી માએ પેટમાં રાખ્યો એ હું જાણું છું ?” એવું મોઢે કહ્યું પાછું, પણ એનો રોગ નીકળી ગયો. ઘેન ઊતરી જાય ને ! ઘેન ઉતારવા માટે અમારા કડક શબ્દો હોય છે. આ કડકાઈમાં બીજું કશું નહોતું. આ ઘેન ઉતારવા માટેની દવા છે ! આ તો નર્યું ઘન, ઘન, ઘેન !
પ્રશ્નકર્તા : ચોપડવાની પીધી છે ને ? દાદાશ્રી : ચોપડવાની પી ગયા, શું થાય છે? પ્રશ્નકર્તા: એટલે દાદા, પત્નીનું કહેલું સાંભળવું ના જોઈએ ને ?
દાદાશ્રી : એ તો તારે સમજવું જોઈએ કે ના સમજવું જોઈએ ? પેલી ગુરુ (પત્ની) આવે ત્યારે પાછું ફરી ના જઉ ને ? એમ ! ખરો પાકો છું ! ગુરુનું સાંભળીએ, ગુરુનું ના સાંભળીએ એમ નહીં, પણ કોઈ બાબતમાં) ફરી જવાનું કહે ત્યાં નહીં.
પ્રશ્નકર્તા : બે કાન એટલે જ આપ્યા છે ને, દાદા. એક કાનમાંથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવા માટે.
દાદાશ્રી : હા, ખરા પાકા વાણિયાભાઈ ! બે કાન એટલે આપ્યા છે, કહે છે. તમે સમજ્યા ?
એટલે આપણા મહાત્માઓ વ્યવહારમાંય દુઃખી ના થાય એવા બધા રસ્તા બતાવીએ. પોતાના મા-બાપ ગમે તેવા ગાંડાધેલા હોય તોય સ્ત્રી (પત્ની)નું મનાય જ કેમ કરીને ? તમને કેમ લાગે છે?