________________
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
૨૭૯
ઉછાળે ચઢે એમને, “અમે એમના કરતા કાચા નથી. એટલે મને કહે,
આ હમણે પેલાને લાખ રૂપિયા આપ્યા. હવે પાંચ લાખ બીજાને આપવાના છે.” મેં કહ્યું, ‘તમે શ્રીમંત માણસ એટલે તમે આપી શકો. મારી પાસે લક્ષ્મી આવી નહીં એટલે હું આપી શકું એવું છે નહીં.” મેં કહ્યું, “ભઈ, જુઓ, તમે કરોડાધિપતિ છો અને હું તો મારું જેમતેમ કરીને, આ કોન્ટ્રાક્ટનો ધંધો કરીને દહાડા કાઢું છું. અમારી પાસે કરોડો ના હોય. મારે તમારી જોડે હરીફાઈ નથી. હું તો તમે કહો કે તમારી પાસે નથી, તો હું કહીશ, “નથી.” “તમારી પાસે છે તો હું કહીશ, “છે.” મારે તમારી પાસે બિલ્લો લેવાનો નથી, મારે તો ભગવાન પાસે બિલ્લો લેવાનો છે. મારી પાસે જે છે એ તમારી પાસે નથી અને તેની હરીફાઈ કરવા માગતો નથી. કારણ કે હું તો આખા જગતનો શિષ્ય થઈને ફરું છું. હું કોઈનો ગુરુ થવા ફરતો નથી.” એટલે હું તો સાચેસાચું કહી દઉં. એટલે એમ કરીને કંઈ આ મારી જોડે હરીફાઈ ના માંડે એવું રાખું, પણ તોય હરીફાઈ છોડે નહીં ને ! આ આમાં મારું નામ દેખે ને, પેપરમાં આવે રોજ, દાદા ભગવાન. તે અમારું બ્લડ એક ખરું ને, તે સહન ના થાય. તે સ્પર્ધા ઠેઠ સુધી બધે. માણસ સ્પર્ધામાંથી બહાર નીકળી જાય તો બહુ કામ થઈ જાય.
મારી જોડે સ્પર્ધા કરો આગળ આવો પ્રશ્નકર્તા : પણ દાદા, સ્પર્ધા એ ડેવલપમેન્ટનું સ્ટેજ તો ખરું ને?
દાદાશ્રી : ખરું, ડેવલપમેન્ટ વધારે. પણ ડેવલપમેન્ટ ક્યારે વધે ? સ્પર્ધામાં એની સામાની શક્તિઓને દબડાવે નહીં અને એની શક્તિઓ વધતી હોય તેમાં વધવા દે. આ તો બધા સ્પર્ધાવાળા શું કરે છે ? સામાની શક્તિઓને ફ્રેકચર કરી નાખે છે, પોતે આગળ જવા માટે. પણ મેં તો નાનપણમાં એક કાયદો રાખેલો. તે હું તો મારા ભત્રીજા, આજુબાજુના સર્કલવાળા બધાને કહી દેતો કે તમારે જોઈએ એ હેલ્પ આપું, વ્યવહારમાં જ તો. આ જ્ઞાન નહોતું ત્યારે. વ્યવહારમાં તો સ્પર્ધા હોય ને બધાને ! બધા ભત્રીજાને મેં કહ્યું, ‘તમારે જે જોઈએ એ આપું પણ મારી જોડે સ્પર્ધા કરો અને આગળ આવીને તમારા શિંગડાથી મને મારો, ત્યાં સુધી હું જોવા