________________
૨૭૮
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
દાદાશ્રી : બ્લડ રિલેશનમાં ઘડીમાં એકદમ રાગ, પણ સમાનતા ના રહે. બહાર સમાનતા રહે, એકદમ રાગેય નહીં ને ષેય નહીં. આ તો ઘડીકમાં કહે કે “તમારા વગર મને ગમતું નથી.” પછી ઘડીમાં કહે છે, “તને જોઉ છું ને મને કંટાળો આવે છે. એવા આ રાગ-દ્વેષ. બ્લડ રિલેશનનું કામ જ એવું.
એ અમે લઢીએ એમાં તમે વચ્ચે કોણ પેઠા ? ત્રીજું કોઈ બોલે એની જોડે લઢવા જાય. એ બધું જોવા જેવું છે. એ તો બે જણ માંહ્યોમાંહ્ય લઢતા હોય ને એમને ખસેડવા હોય ને તો આવો રસ્તો કરી આપું તો એ લઢતું રહી ગયું અને ત્યાં આગળ ત્રીજા જોડે લઢવા માંડે. ત્યાં પેલાનું તો રહી ગયું. હું ગાડી બીજે પાટે ચઢાવી આપું.
આ ગાડી આ પાટે ચલાવવાને બદલે પેલા પાટે ચાલી તો ચાલી ગાડી. અમે લોકોને કહ્યું, કે હવે મારી ગાડી કોઈ ફેરવી આપશો નહીં, બીજે પાટે.” હું તો કાયમ જાગૃત એટલે હું કહું કે “પાટો ફેરવવા આવ્યો છે ?”
પિતરાઈ ભાઈઓમાં હતી જબરજસ્ત હરીફાઈ પ્રશ્નકર્તા પિતરાઈ થાય એટલે આવું બધું ચાલ્યા જ કરે ?
દાદાશ્રી : આ બધા પિતરાઈ થાય. પિતરાઈ એટલે શું ? રાઈના વાટેલા. રાઈતામાં નાખવું પડે ને ?
પ્રશ્નકર્તા : હં.
દાદાશ્રી : તે નાખેલામાં ચડી જાય બધું. જોયેલા નહીં ? તમારા પિતરાઈ તો સારા હોય, અમારા પિતરાઈ તો તમે જોયા હોય તો ખબર પડી જાય. હા, અમારા પટેલોમાં પિતરાઈ તો હરીફાઈ બહુ, જબરજસ્ત. એમના કરતા હું મોટો ને મારા કરતા એ મોટા, આ જ હરીફાઈ...
અમારા પેલા પિતરાઈ મિલમાલિક ખરા ને, ભરૂચ મિલવાળા, એ કહે છે કે “દાદા, તમે તો ભગવાન થયા ને આ બધું...” એટલે એ પૈસાની બાબતમાં મારી જોડે સ્પર્ધા કરવા જાય. લોહી એક છે એટલે