________________
૨૭૭
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
પ્રશ્નકર્તા : વીસ વરસ મોટા.
દાદાશ્રી : ભત્રીજાએ બધા લાયક. આ તે અક્ષરેય બોલે નહીં. એવો વિનય ક્યાંથી લાવે ? મારાથી એક-બે જણા તો મોટા, રાવજીભાઈ નાના પાછા. “બે ભાઈઓ બોલે એમાં આપણાથી બોલાય નહીં કહે છે અને અમારા ભઈયે કહે, “એય, કેમ બોલ્યો? અમે બે ગમે તેમ બોલીએ.” મારા જેવો ભઈયે કોઈ ના મળે.
પ્રશ્નકર્તા : એ તો મેં જોયું દાદા, પેલે દિવસે આપ આવ્યા ને, તે રાવજીકાકા બાજુમાં બેઠેલા. પછી વલ્લભકાકા આવે એટલે તેઓ ઊઠીને બાજુમાં ખસી ગયા. રાત્રે પણ એવું કરે કે વલ્લભકાકા આવે, એટલે પોતે તરત જગ્યા કરી આપે.
દાદાશ્રી : હા, ભત્રીજા થાય પણ મોટાને મારાથી ત્રણ વરસ. પ્રશ્નકર્તા : તમને તો કરી આપે, પણ વલ્લભકાકાનેય કરી આપે.
દાદાશ્રી : કરી આપે ને, વલ્લભભાઈ મોટાને. એના ફાધર કંઈ લગ્ન-બગ્ન હોય ને, એ જમવા બેસે પછી મારો વારો હોય તો પૂછયા વગર બેસે નહીં. અમારે ત્યાં બેસવા જવું પડે.
બહાર કોઈ બોલે તો સહન ન થાય અમારા ભત્રીજા કોઈ સહેજ અવળું બોલે ને, તો એ એની જોડે લઢલઢા કરે. “મારા કાકાનું નામ લીધું, મારો કાકો એટલે કોણ ?” અને આમ મારી જોડે ખદબદ કરતા જાય. લોહી એકનું એક જ ને ! લોહી લઢી (ઊકળી) ઊઠે.
પ્રશ્નકર્તા : દાદા, એવું કેમ થતું હશે ? લોહીની સગાઈ આવું કરતી હશે ?
દાદાશ્રી : લોહીની સગાઈ એવી જ હોય હંમેશાં.
પ્રશ્નકર્તા: બે ભાઈઓ કે બે બહેનો ગમે તેટલું ધિક્કારે પણ ત્રીજું કોઈ બોલે તો સહન ના થાય.