________________
[૮.૪] ભાભીના ઊંચા પ્રાકૃત ગુણો
૨૭૩
દાદાશ્રી : તમે પહેલાં મરવાના? તમે રહેજો ને, શરીર સારું છે તમારું. ગમતું નથી દુનિયામાં બહુ ?
દિવાળીબા : ભગવાનનો આશરો છે એટલે ગમે છે. દાદાશ્રી : એ બહુ મોટો આશરો ! દિવાળીબા : એટલે ગમે છે. દાદાશ્રી : એ આશરો સારો છે.
પ્રશ્નકર્તા: હવે કહે છે કે બસમાં એકલું આવવાની હિંમત ચાલતી નથી પણ હીરાબાને છેલ્લા જોઈ ગયા.
દાદાશ્રી : હવે એમની હિંમત ના ચાલે પણ પેલા છોકરાઓને મેં કહ્યું કે તમે જ્યારે આવો ત્યારે એમને તેડી લાવજો.
પ્રશ્નકર્તા : એ કહે છે કે આ દાદાને એક્સિડન્ટ થયો ત્યારે જોવા આવી, ત્યારે એમના દર્શન કરેલા. પછી તો નથી અવાતું બહુ.
દાદાશ્રી : ઉંમર થઈને ! મારા કરતાય વરસ મોટા.
હું મારો પાછલો અનુભવ કહું કે આ સત્સંગ જોઈએ તેવો કેમ બરોબર નથી નીકળતો ? કારણ ભૂતકાળની જ્ઞાન થતા પહેલાની વાત નીકળતી, તે આવરણકર્તા હતી. તે મને સમજાયું. તે પૂર્વની વાત બંધ કરી ત્યારે સુંદર સત્સંગ નીકળતો. જ્ઞાન મળ્યા પહેલાની વાત તે પૂર્વાશ્રમ કહેવાય, તે રિલેટિવ આશ્રમ કહેવાય. તે બધા જ પોઈઝન કહેવાય. તે હવે રિયલ આશ્રમ થયો. અમારો સત્સંગ તે કેવો ! રિલેટિવમાં કંઈ લેવાદેવા નહીં, રિયલમાં સંપૂર્ણ પ્રાપ્ત કર્યું છે. તેમનો (જ્ઞાનીનો) હેતુ શું? સંપૂર્ણ લોક કલ્યાણ માટે નોર્મલ ભાવ, બીજો કોઈ ભાવ જ નહીં ને સત્સંગનો નિરંતર ભીડો, તે આ (પૂર્વાશ્રમ) વાત ભગવાનને ત્યાં ગંધાય. આવું પહેલાંના જ્ઞાનીઓમાં (પૂર્વાશ્રમની વાતો) હતું કે કેમ તે શંકાસ્પદ છે.