________________
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા જ્ઞાતી પણ રમદું, બ્લડ રિલેશનનું નહીં ખેંચાણ
પ્રશ્નકર્તા: જ્ઞાનીને જે કુટુંબની વ્યક્તિઓ ભેગી થઈ, એમની સાથે પૂર્વનું ઋણાનુબંધ કેટલું? પૂર્વનું ઋણાનુબંધ કેટલી ઈફેક્ટ કરે ? અને તેનું ખેંચાણ જ્ઞાનીને ખરું ?
દાદાશ્રી : એય રમકડું અને જ્ઞાની પણ રમકડું. જ્ઞાનીને બહુ ખેંચાણ હોય નહીં, લોહચુંબક અને ટાંકણી જેટલું ખેંચાણ હોય.
પ્રશ્નકર્તા એમ ! દાદાશ્રી : બ્લડ રિલેશન ખરું ને !
અગિયાર પેઢીએ અમારે એક જ ગામ, આ બોલો, બ્લડ રિલેશન ખરું કે નહીં ?
પ્રશ્નકર્તા : પાકી રીતે. દાદાશ્રી : બેઉ ખડકીઓ અમારી એક જ.
પ્રશ્નકર્તા : હા, તે નાગજીભાઈ આગળ આપણે બધા ભેગા થઈ જઈએ.
દાદાશ્રી : બરોબર. નાગજીભાઈ (અગિયારમી પેઢીએ પરદાદા)