________________
૨૭૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
દિવાળીબા : મોહ નહીં. તેઓ નાના ચૌદ વરસના હતા ત્યારે આમ આ લોકો પૈણે છે એમ પૈયા, પણ એવું કશું નહીં. એમને પોતાને આ મારી સ્ત્રી, ધર્મપત્ની છે કે આ હું એનો ધણી કે કશું જ નહીં. એમને તો મોહ જ નહોતો, કપડાંનોય નહીં ને હૈરાનોય નહીં.
પ્રશ્નકર્તા: પછી કેટલા વરસ હીરાબા પિયર રહ્યા'તા?
દિવાળીબા : એમને તો તેડ્યા'તા પછી પાંચ-છ વરસે. પરણ્યા પછી એમના બાપે પૈસા ઓછા આપ્યા'તા. મારા સસરાએ પૈઠણ નક્કી કરેલી બે હજાર તે વખતે. કેટલા વર્ષો થઈ ગયા અને તે ! તે વખતે બે આને શેર દૂધ, આને જ, બે આનેય નહીં. અને રૂપિયાનું બશેર-અઢી શેર ઘી, ભેંસનું. એવો વખત હતો એમના લગ્ન વખતે અને મને બીજી વખત વરાયેલી. અને મારી સાથે એમને બહુ ફાવે પહેલેથી, ભાઈ-બહેનની પેઠ રહેલા.
દાદા અને એમના ભાભી વચ્ચેનો વાર્તાલાપ દાદાશ્રી : મૂળજીભાઈ સંવત ત્યાંસી (સંવત ૧૯૮૩, ઈ.સ.૧૯૨૭) માં ગયા. મણિભાઈ ઓગણચાલીસમાં ગયા અને બા, મારી ઉંમર અડતાળીસ હતી એટલે ઓગણીસો છપ્પનમાં ગયા. હીરાબા હતા તે છયાસીમાં ગયા.
પ્રશ્નકર્તા : દિવાળીબા કહે છે, કે “હવે હું જઉ ત્યારે તમે આવજો.”
દાદાશ્રી : એવું તે હોતું હશે ? એ તો તમારે બધાને વળાવીને જવાનું. મેં કહ્યું, ‘આ તમારે જવાનું હોય તો મને વળાવીને... વાંધો શો છે પણ ? હું તો જીવતો જ છું. હું કોઈ દહાડો મરવાનો જ નહીં ને ! હીરાબાયે મર્યા નથી.'
પ્રશ્નકર્તા : એમ કહે છે, “આત્મા ક્યાં મરે છે ? આત્મા મરતો જ નથી.”
દાદાશ્રી : બસ. પ્રશ્નકર્તા : એ કહે છે, “હું મરી જઉ ત્યારે તમે ભાદરણ આવજો.”