________________
૨૭૦
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
નહોતી, આત્માની એટલે જ્ઞાનની. જો એ હોત તો બીજા બધા કહેતા કે દાદા એને જ્ઞાન આપવાના હતા. પણ એ તો નાની ઉંમરમાં એક દિવસ ચાલ્યો ગયો (દેહવિલય થઈ ગયો). પહેલાં કાયમ સાંજે પાંચ વાગે ગાડી લઈને આવે અલકાપુરીથી વડોદરા.
પ્રશ્નકર્તા : દાદા પહેલેથી સંસારમાં અલિપ્ત રહેતા ?
દિવાળીબા : પહેલેથી કોઈ પણ જાતના કામમાં ચિત્ત જ ના હોય. અહીંથી આ અમુક કામ કરવું છે એવું રહે ને પછી કરે. પછી સાંજે પાંચ વાગે આવે. બિલકુલ આની મહીં ધ્યાન જ નહીં, ધંધામાં નહીં, બીજાત્રીજા સંસાર વ્યવહારમાં નહીં. પહેલેથી જ આવું હતું.
નીરુમા : પહેલેથી જ કહે છે, ધંધામાં કે વ્યવહારમાં કશામાં ધ્યાન નહીં, બસ ભગવાનમાં જ એ.
દાદાશ્રી : મને ગમતું નહીં આ બધું, રુચે નહીં. મને તો ભગવાન સિવાય બીજું કશું રુચતું જ નહોતું !
નીરુમા : પછી મોટાભાઈ વઢે એમને, “કામ નથી કરતો” એમ કરીને.
દાદાશ્રી : હા, વઢે.
નીરુમા : પછી એમના ભાઈ કહે તો હું ઓલવી નાખું કે શાક લેવા ગયા હતા. આમતેમ કરીને હું ઓલવી નાખું, કહે છે. દાદાશ્રી : મોટાભાઈ આમ રાજેશ્રી માણસ પણ સ્વભાવ જરા આકરો.
દાદાના બ્રહ્મચર્ય વિશે.. નીરુમા : દાદાના બ્રહ્મચર્યનું કહો ને.
દિવાળીબા એમના બ્રહ્મચર્યને તો કોઈ પહોંચે નહીં. અને ઓહોહો.... એમને બિલકુલ મનમાં ખોટો વિચાર નહીં, એવું એમનું બ્રહ્મચર્ય !
નીરુમા : પહેલેથી જ, નાનપણથી એવું હતું ?