________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
સાંજે નહીં જમવાનું મારે. એટલે પછી બીજે દહાડે હું પૂજા કર્યા વગર જમીશ શી રીતે, એવું મારા મને બધો વિચાર કર્યો.
૨૬૮
પછી હું તો એક જણ ત્યાં અટલાદરા આવતો’તો, એ નોકરી કરતો'તો વાણિયો, તેને ત્યાં ઠેઠ મામાની પોળમાં પૂછી આવી. મેં કહ્યું, ‘ભઈ, તમારા ઘેરથી તમે કોઈ અટલાદરા જવાના ?’ ત્યારે કહે, ‘ના.’ એનો છોકરો હતો તે, ‘બાપા તો મારા આવી ગયા' કહે. હવે કોની સાથે ? પછી પાછી આવી અને અંબાલાલને હવે કહ્યા વગર નહીં ચાલે. મેં કહ્યું, ‘ભઈ, હું તો આ મારી પૂજા ભૂલી ગઈ અટલાદરા અને આજ અત્યારે તો ખાવાનું નથી મારે, અડીને આવી તે. પણ હવે આવતી કાલે મારે લેવા જઉ તેય અપવાસ પડે ને આવતાય પછી.’ ત્યાર પછી એ કહે છે, ‘ત્યારે અપવાસ કરી લેવાનો !' પછી હું તો અંદર ઓરડામાં ગઈ, એવું કહ્યુંને એટલે. હા, તે સારું. એટલે પછી છે ને ચંદ્રકાન્ત આવ્યો ગાડી લઈને, ચંદ્રકાન્ત દ૨૨ોજ દાદાની પાસે સાંજના પાંચ વાગ્યે આવે. તે પછી પેલા ત્યાંથી ઊઠી ઓટલા પર ગયા. એમને ખખડ્યું એટલે ખબર પડીને કે આવ્યો ચંદ્રકાન્ત. તે ચંદ્રકાન્તને કહે છે, ઊભો રહે, તું અંદર આવ ગાડી મૂકીને. બૂટ ના કાઢીશ. અટલાદરા જવું છે, દિવાળીબા એમની પૂજા ભૂલી ગયા છે.’ એટલે ચંદ્રકાન્તને ઊભો રાખ્યો અને પોતે કોટ પહેરીને ગયા. તે પાટીયે મૂકેલી બધાની સેવા. તે મેં કહેલું કે મારી લાલ કપડાંમાં સેવા છે. અને એ બધા જાણે છે કે દિવાળીબાની આ. એટલે પછી એ ગયા ચંદ્રકાન્તની ગાડી લઈને અને મારી પૂજા લઈ આવ્યા. મેં રૂમ કહેલી એ પ્રમાણે ત્યાંથી લઈને આવ્યા, ત્યારે શાંતિ થઈ મને. બહુ શાંતિ, કેટલું બધું હોય !
એટલે ‘અપવાસ કરી લેવાનો ત્યારે' આમ કહ્યું અને જવાનું તો એમણે ધારેલું પણ મને તો આવું કહે.
:
નીરુમા ઃ પજવે તમને, ભાભી ખરા ને ? તમારે પાછું હતું ને એવું, બરાબરનો હિસાબ હતો, દિયર-ભોજાઈનો !
દિવાળીબા : હા, પછી લઈ આવ્યા. એમને કેટલું બધું એ ! એ તો બધું મને અત્યારે બહુ સાંભરે છે એમનું. વઢેલાય સાંભરે, પછી મને રીસ નહીં. મને જેમ કુદરતી ભાવ હોય ને, એમ એમના વિશે ભાવ રહે.