________________
[૮.૪] ભાભીના ઊંચા પ્રાકૃત ગુણો
૨૬૯
મહારાજ, મારા અંબાલાલને કશું ના થાય પ્રશ્નકર્તા: બા, બહુ ભાવ તમને દાદા ઉપર ?
દિવાળીબા બહુ. સયાજીરાવ હતા તે વખતે શરૂઆતમાં વડોદરામાં કોમી લડાઈ થઈ અને એ શાક લેવા ગયેલા મારકીટે. એટલે આવ્યા નહીં, બહુ વાર થઈ અને આ અમારી જોગીદાસ વિઠ્ઠલની પોળ આગળ જ તે બહુ જ માણસ ભેગું થયું. મેં કહ્યું, “અમારા અંબાલાલ બહાર મારકીટે ગયા છે.” તે હું તો એ થઈ, ગભરાઈ ગઈ. એટલે પછી ભગવાન કૃષ્ણની એક મૂર્તિ હતી મૂકેલી. ભગવાનને કહ્યું, “મહારાજ, અમારા અંબાલાલને આવતા-જતા મારકીટ-બારકીટ કંઈ જાણતા ના હોય અને કંઈક ઝપટે આવી જાય, તો મારા અંબાલાલને કશું ના થાય !” એવું થાય મને તો. પછી આવી ગયા ઘેર. અને એ કોઈની ચુંગલમાં ના આવે. કંઈના કંઈ સંતાઈ જાય એવા હતા એ ! મને બધી ખબર ને ! એવા હતા એ તો. એવો ને એવો ભાવ-પ્રેમ ઠેઠ સુધી રાખ્યો એમણે. બહુ સમજુ અને કશું બોલે નહીં, અને બોલે ને ત્યારે મમરો મૂકે ને એવું !
ભાભીને એમનો ધર્મ છોડાવાનોય આગ્રહ નહીં કરેલો
દિવાળીબા : એમણે કોઈ દહાડો નથી કહ્યું કે સ્વામીનારાયણ ધર્મને તમે મૂકી દુયો કે આપણે આત્મજ્ઞાનની વાત કરીએ. હું ને એ બે વાતો કરીએ હઉ પણ તે વખતે આ વધારે પ્રચાર નહીં ને એમનો. એટલે એમના મનમાં કે આ નિયમ-ધરમ અહીંયા બધો સારો એટલે બરાબર છે. મારી નાની ઉંમર, એમના કરતા હું એક વર્ષ મોટી. એટલે હું ને એ બેઉ જ્ઞાનની વાતો કરીએ. એમના ભઈ ના ભળે એમાં કશુંય અને એમના આગળ અમે ના કરીએય વાત. હું વઢુંય ખરી ને એય મને વઢે બહુ. પછી જાણે કશું જ નહીં, અંતરની લાગણી હોય ને એ તો.
પહેલેથી ભગવાનમાં જ રુચિ
દિવાળીબા : ચંદ્રકાન્ત અમારો, આ બધા કરતા એમના પર વધારે પ્રેમ કે દાદા, ભગવાન જેવા ! ચંદ્રકાન્ત બીજાની આગળ વાતો કરે કે દાદા, ભગવાન જેવા છે. આ સંસારથી જુદી વાતો, આ સંસારની વાતો