________________
[૮.૪] ભાભીના ઊંચા પ્રાકૃત ગુણો
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : ત્યારે સારું આશીર્વાદ મળ્યો તે વધશે, વધશે હવે. દિવાળીબાના આશીર્વાદ તો ફળે ને ! વડીલ કહેવાય, પૂજ્ય કહેવાય. વ્યવહારમાં તો પૂજ્ય ખરા ને !
દિવાળીબા કરે દાદાતી જૂતી વાતો પ્રશ્નકર્તા : બા, દાદાની જૂની વાત કરો ને.
૨૬૭
દિવાળીબા : હું જ્યારે ભાદરણથી અટલાદરા જઉં, તે વચ્ચે ઊતરીને હીરાબાને મળીને જઉ. હીરાબા ગયા પછી ઓછું કરી નાખ્યું મેં. પણ અંબાલાલનો ભાવ મારા પ્રત્યે બહુ, હા.
નીરુમા : બહુ ભાવ.
દિવાળીબા : એ (મણિભાઈ) ધામમાં ગયા ને, હું બહુ રડું. મારા પગે હાથ મૂકીને કહે, ‘બાની જેમ હું તમને રાખીશ,’ તે એ રીતે રાખી છે. મને વઢેય ખરા, દિયર છે તે. પણ મનેય પાછું ઓછું કશું થાય જ નહીં પ્રેમ, ભાવમાંથી ઓછું ના થાય.
ભાભી ખરા તે, તે પજવે
પ્રશ્નકર્તા ઃ વઢે ને ભાભી એટલે, પજવેય ખરા ને ?
દિવાળીબા : હા, બહુ. હું સેવા ભૂલી ગઈ'તી અટલાદરા મારી, પાટીયે. મેં એક રૂમ રાખેલી. ચાર ડોસીઓ મારી જેવી, તે બધાની પાટીયા ઉપર મૂકેલી. તે હું તો વડોદરામાં ઘેર આવી પછી નાહી. તે પછી મારા કપડાં લેવા મારો સામાન કાઢ્યો ત્યારે મારી ઠાકોરજીની એ સેવા ના જોઈ મેં. મેં કહ્યું, ‘મારી સેવા રહી ગઈ ત્યાં પાટીયે ને હું તો પાટીયે ભૂલી ગઈ.’ તે પછી મોટરમાં આવેલી, તે અપવાસ પડેલો અને અંબાલાલ ત્યાં ઘેર જ હતા. નરમ શરીરને લીધે એ કામ પર કશે જતા નહોતા છેલ્લા વર્ષોમાં પોતે. તે પછી સાંજ પડવા આવેલી. એટલે મારે પછી પૂજા વિના અપવાસ પડે, એટલે જમાય નહીં. અને પેલું મોટરમાં આવેલી એટલે એ