________________
[૧૩] નાનપણથી ગણતર ઊંચું
૨૫
એની પાસે હોય અને ચોપડીઓ પહેલેથી ઓછી લાવે. મા-બાપને જોર ના પડે. અને આ એક સમોલવાળાને છે કશી ગમ ?
મને સાત સમોલિયો કહેતા'તા. આ ઉઘાડું ના કરવું જોઈએ છતાં પણ કર્યું અત્યારે. સાત સમોલિયો એ ભણતો જાય બધું અને આ બધું કામ પણ કરે. મા-બાપની સેવા હઉ કરતો જાય. એ ખાલી એક જાતનું કામ ન કરે, મહીં દરેક જાતનું ધ્યાન રાખે. ઘરમાં મા-બાપની સ્થિતિ શું છે, પૈસા કેવી રીતે આવે છે, ક્યાં જાય છે, ક્યાં ખોટ જાય છે, મા-બાપને શું અડચણ પડતી હશે, એ બધું જ એના ધ્યાનમાં હોય.
આ તો મા-બાપ ઊલટા કહે, “અલ્યા, મારી તબિયત નરમ છે એ તો જરા વિચાર.” ત્યારે કહે, “એમાં મારે તે સ્કૂલમાં જવું કે તમારો વિચાર કરું' અને પેલો સાત સમોલિયો તો એના વિચારમાં જ હોય કે સ્કૂલમાંથી વહેલો આવીને પાછો ત્યાં પેસી જાય સેવામાં.
અને આજના છોકરાં તો એવી સેવાઓ જ ક્યાં કરે છે ? એમને બીજું બધું કશું નહીં. પણ નિંદવા જેવા નથી, આ છોકરાં સારા છે. આમને લીધે તો આપણું પંઠિયું ભરાઈ જવાનું છે. આમને પેટે હવે દેવતા પાકશે ! ભલે આ કોલસા છે પણ હવે દેવતા પાકશે. કોલસા કહેશો નહીં મોઢે. જરૂર છે બે પેઢી મોળી, તદન મોળી.
આજના છોકરાંઓ માત્ર ભણતરમાં, ગણતરમાં નથી
એ તો મને એક જણ કહેતો હતો, ‘તમારા વખતના લોકો મેટ્રિક પાસ થતા અને આજના છોકરાઓ છે તે ઝપાટાબંધ એલ.એલ.બી. થઈ જાય છે.”
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : મેં કહ્યું, “અમને ના આવડ્યું એ જુદું છે ને આ છોકરાં એલ.એલ.બી. થયા એય જુદું છે.” આજના છોકરાંઓને શું છે ? કે એને જે માર્ગ બતાવ્યો, એ માર્ગે દોડધામ, આજુબાજુનું કશું જોવા-કરવાનું નહીં. અમુક બે-પાંચ ટકા બ્રિલિઅન્ટ હોય ખરા, પણ બીજો ઘણો ખરો ભાગ તો, સામાન્ય વર્ગ તો પંચાણું ટકા એવો જ કે કંઈ આજુબાજુ જોવાનું નહીં,