________________
૧૩૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
નહીં. આ રૂમમાં તમારે જમવાનું નહીં, બીજે બધે જમી લો અને જમીને જાવ.” જમ્યા વગર નહીં જવાનું એવું અમારે એક-એક માંકણને કરવું પડે. એને ભૂખ્યા કેમ કઢાય ? કેટલાય જમીને જાય, નિરાંતે ! તે રાતે આપણને આનંદ થાય કે આટલા બધા જમીને ગયા, આમ બે માણસને જમાડવાની શક્તિ નથી ને આ તો આટલા બધાને જમાડ્યા ! જેટલા આવ્યા હોય એટલા જમો નિરાંતે બા, તમારું ઘર છે. અમે જમાડીને મોકલીએ. બા જ્યારે પેલા મહેમાનને જમાડીને મોકલે છે ત્યારે આપણે આપણા મહેમાનને ખવડાવીને મોકલીએ. એના પોતા પૂરતું ખાઈને પછી ઘેર જતો રહે છે અને પાછું એવુંયે નથી કે નિરાતે દસ-પંદર દહાડાનું ભેગું જમી લે ! એક દહાડો તો નવસોથી હજાર માંકણ ચઢેલા. તોય મેં કહ્યું, “તમેય છો ને હું છું. જમી જાવ, જમવું હોય તેટલું.” અમે જાગતા જમાડીએ. પાંચ માંકણ જમે તે સારું કે હજાર ? હજાર. ચામડી બહેરી કરી નાખે, પછી છે સંતાપ ? એટલે મારું જ્ઞાન બોલ્યું, “રાત્રે જગાડે છે, તે ધ્યાન કરવા ઉપકારી છે.” અને જો તપોબળથી મહીં પ્રકાશ થયેલો. કારણ આત્માને કૈડતો જ નથી, દેહને કૈડે છે. અને જો દેહ ઉપર હજુ પ્રેમ છે, તો આત્મા ઉપર પ્રેમ ક્યારે આવશે ? માંકણ કેડે ત્યારે પ્રેમ ક્યાં છે, એ ખબર પડે ને આપણને ?
તપ કરીને પણ માંકણ જોડે મતભેદ નહીં તે મતભેદ નહીં પડવા દીધેલો, માંકણ જોડય મતભેદ નહીં. ઘરે મહીં માંકણ પડે ને, તેની જોડે મતભેદ-બતભેદ નહીં. માંકણેય બિચારા સમજી ગયા કે આ મતભેદ વગરના માણસ છે. આપણે આપણો ક્વોટા (હિસ્સો) લઈને ચાલતા થઈ જવું.
પ્રશ્નકર્તા ઃ તમે જે આપી દેતા'તા એ પૂર્વનું સેટલમેન્ટ થતું નહીં હોય એની શી ખાતરી ?
દાદાશ્રી : સેટલમેન્ટ જ, સેટલમેન્ટ. એ કંઈ નવું નથી આ. પણ સેટલમેન્ટનો સવાલ નથી, અત્યારે ભાવ ના બગડવો જોઈએ ને ? નવો ભાવ ન બગડવો જોઈએ ને ? પેલું સેટલમેન્ટ છે, ઈફેક્ટ છે પણ અત્યારે