________________
[૮] ભાભી
[૮.૧] ભાભી સાથે કર્મોનો હિસાબ ભાભી હતા બીજીવારતા રે વટવાળા ગામના પ્રશ્નકર્તા : દાદા, તમારા ભાભી દિવાળીબા ક્યા ગામના હતા ?
દાદાશ્રી : અમારા ભાભી ગજેરાના. આ અમારા ભાભી છે તે બીજીવારના, પહેલી વખતના ભાભી નડિયાદના હતા. પહેલાં નડિયાદ પૈણેલા અમારા ભાઈ, ફરી આ ગજેરા પણેલા. એ નાનું ગામ પણ બહુ વટવાળું ગામ છે.
મારા ભાભી બહુ ડાહ્યા પણ એ વટવાળા બહુ. તે ભત્રીજો કહે, ‘કાકી, અમારા ખેતરમાં ઘઉં બહુ પાક્યા છે, બે મણ મોકલાવીશ.” ત્યારે કહે, “ના બા. મારે કંઈ ઘઉં નહીં જોઈએ. કોઈનું મફતિયું કે નહીં એવા વટવાળા. ભત્રીજાઓ કહે પણ લે નહીં.
તું “હા' કહે, નહીં તો અંબાલાલતે પૈણાવી દઈશ.
અમારા મોટાભાઈ પહેલાં પરણવાની ના કહેતા હતા ત્યાં આગળ. હું નહીં પણું' કહે છે, ગામ નાનું હતું તે. તે મારા ફાધર કહે, “મેં હા