________________
[૮.૧] ભાભી સાથે કર્મોનો હિસાબ
૨૨૯ લીધું, પછી નિરાંતે સૂવા ગયા ત્યારે મેં કહ્યું, “હું અહીં રહેવાનો છું. હું ફસાઈને આવ્યો છું, કંઈ એમ ને એમ નથી આવ્યો. હું નાસીને આવેલો છું. ત્યારે કહે, ‘પણ આવું શા માટે કરો છો ?” કહ્યું, “મારે આ ભાભી જોડે મેળ પડતો નથી. પૂર્વભવનો હિસાબ જુદી જાતનો છે.'
સુખમાં શોધ્યું દુઃખ, સંડાસમાંય ક્યૂ તે પછી સવારના પહોરમાં સંડાસ આગળ દસ-પંદરની લાઈન થયેલી. મેં કહ્યું, “બળ્યું આ શહેર ! આ ક્યાંથી મેં જોયું ? આ ક્યાંથી આવ્યું મને ?” પણ જવું ક્યાં ? ઘેરથી નાસી આવેલા.
હવે મૂઆ, આમાંય દુઃખ તમને ! બીજે બધેય દુઃખ હોય, અહીંયાય દુઃખ છે તમારા આ? જેણે જુલાબ લીધો હોય તેને શું થાય બિચારાને ? હું ? ભલે આટલા બધા સુખ છે આ લોકોને, તે સુખમાં જ મને દુઃખ લાગ્યું. જો શોધખોળ કરી આ લોકોએ, સુખમાં જ દુઃખ શોધ્યું ! શેમાં દુ:ખ શોધી કાઢ્યું ?
પ્રશ્નકર્તા: સુખમાં દુ:ખ શોધ્યું.
દાદાશ્રી : નહીં, સુખને લઈને દુઃખ લાગ્યું. પાર વગરનું સુખ છે અત્યારે. આ સંડાસ બંધ કર્યા હોય અને પછી વહેલો ઊઠીને સાડા પાંચ વાગે આવે તેને એકદમ જવાની છૂટ, તો કેટલા જણ વહેલા ઊઠીને જાય?
પ્રશ્નકર્તા : બધા જાય.
દાદાશ્રી: હં, તમને સમજ પડીને ? સરકારે તે બંધ નથી કર્યું તેનું આ સુખ છે તે.
તે મારે ક્યાં જઈને ઊભું રહેવાનું થયું. તે મને કહે, “થોડીવાર, પાંચેક મિનિટ ઊભું રહેવું પડશે.” મેં કહ્યું, “ના, એક મિનિટેય નહીં, પાછો આવું છું.” આ વખતે સંડાસ નથી જવું એના કરતા બહેતર આપણે એમ ને એમ બેસી રહીશું ! આપણે આવું સંડાસ જવું નથી. બંધકોષ થશે તો પરમ દહાડે ફાકી લઈશું. આ ના પોસાય આપણે ! આ શી રીતે પોસાય? ત્યાં ઊભા રહીને શાની રાહ જુઓ છો ? મેર ચક્કર, આનીયે