________________
[૮.૩]
વ્યવહાર લક્ષ્મી તણો, ભાભી જોડે
કર્મતા ગૂંચવાડા તે નથી સચવાતા ભાભી
પ્રશ્નકર્તા : જ્ઞાન પછી કેવું હતું ભાભી સાથે ?
દાદાશ્રી : આખી જિંદગીમાં અમારા ભાભીને સાચવી શકતો નથી, આ બધાને સાચવી શકું છું.
પ્રશ્નકર્તા : દાદા, એ શાથી ? એ કેમ આમ ?
દાદાશ્રી : કર્મના ગૂંચવાડા.
પ્રશ્નકર્તા : ગમે એટલું ખુશ કરવા જાય તોય ખુશ નથી થતા. દાદાશ્રી : ગમે એ આપો તોય ખુશ ના થાય ને !
પ્રશ્નકર્તા : હું.
દાદાશ્રી : તે દુનિયા મને મળી. આ ભાભી મળ્યા પણ રાજી થઈ શકતા જ નથી, ગમે એટલા પ્રયત્ન કરે તોય. ગમે તે આપવા ધારો તોય રાજી ના થાય. ના આપવા ધારો તોય...
પ્રશ્નકર્તા : એની પાછળ શું કારણ હોય, દાદા ? રાજી જ ના થાય, એનું શું કારણ હોય છે ?
દાદાશ્રી : લોભ એવો.