________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
બધું આવડેય છે ને ! નહીં તો આવડે ? મારે તો બહુ મોટા પૂજ્ય છે ! વઢે તોય મારા મનમાં એમ કે આવા ભાભી તો મળે જ નહીં ને ! નહીં તો સાંભળવું પડે ને આપણે ?
જ
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : આખું ગામ કહે કે ‘તમારા ભાભીએ કોઈ જાતનું આબરૂનું કલંક કે બીજી કોઈ જાતની ચારિત્રની બૂમ આવવા દીધી નથી.’ નહીં તો એમનું કંઈક પણ છે તો ચારિત્રનું ખંડન થાય તો બધી ઉપાધિ તો મારે જ આવે ને ? એટલે મારે આટલું બહુ થઈ ગયું. તમારે મને ગાળો દેવી હોય તો દઈ દેજો. હિસાબ જ ચૂકવવાનો છે ને, બીજું શું કરવાનું છે?
૨૬૨
આપણા મનમાં એમ કે આવો ઉત્તમ ગુણ છે, માટે આપણે થોડાઘણાં ખત્તા ખાઈને પણ આમને નભાવવા. એટલા ઉત્તમ ગુણને લઈને હુંય વશ રહેલો એમને કે આવા ઉત્તમ ગુણ ! અમારા ઘરમાં આ પ્રમાણે હતું. ચારિત્રનું બહુ હાઈ (ઊંચું), મધર-બધર બધાય, પહેલેથી જ. તે એમનું ચારિત્ર સાચવેલું. ગમે નહીં, પરપુરુષનો વિચાર જ નહીં. એટલે એનો લાભ તો હોય ને ! અત્યારેય મહીં એમના પ્રત્યે માન ખરું બધું, પણ ઉપર ના દેખાડું, નહીં તો ચઢી વાગે પાછું. ચઢી વાગે કે ના ચઢી વાગે ?
દિયર અમારા લક્ષ્મણજી જેવા !'
પ્રશ્નકર્તા : દાદા, ભાભીને તમારા માટે માન ખરું ?
દાદાશ્રી : હા, મનેય નાનપણમાં ‘લક્ષ્મણજી' કહેતા હતા. તેઓ કહેતા, ‘મારા દિયર લક્ષ્મણજી જેવા છે. મારા દિયર જેવો દિયર ના મળે.’ કારણ કે અમે બે સરખી ઉંમરના પણ એમની પાનીની સામું જ જોતો’તો હું, મોઢા સામું નથી જોયું. પેલા લક્ષ્મણજીએ સીતાને રાખ્યા’તા એવી રીતે આમને રાખ્યા'તા, એવું એ પોતે કહેતા’તા, ‘કહેવું પડે મારા દિયરનું !'
પ્રશ્નકર્તા : બહુ ઓછા કુટુંબમાં જોવાનું મળે આવું બધું. મળે જ નહીં, જવલ્લે. આ કળિયુગમાં તો મળે જ નહીં.