________________
[૮.૪] ભાભીના ઊંચા પ્રાકૃત ગુણો
આ કાળમાં ચારિત્ર ! કોઈ પરપુરુષને એમણે જોયો નથી, જાણ્યો નથી. કોઈ પુરુષને અડ્યા નથી કોઈ દહાડો જિંદગીમાં. વિચાર ખરાબ આવ્યો નથી કોઈ દિવસ. મને આ બહુ ગમેલું. અને મૂળ આ અહંકારી, ગાંઠે નહીં કોઈને. આવો સંયમ પાળવો, ત્યારે ભગવાન રાજી થાય. એમ તે કંઈ રાજી થતા હશે કે ?
૨૬૧
પ્રશ્નકર્તા : ના થાય.
દાદાશ્રી : તેથી મહારાજ (સહજાનંદ સ્વામી) રાજી થયા હશે, આવું હોય તો જ રાજી થાય ને!
પ્રશ્નકર્તા : દાદા, હું પગે લાગવા ગયો, ત્યારે જરા દૂર રહેજો, દૂર રહેજો' એમ કહ્યું.
દાદાશ્રી : હા, એ કોઈ પુરુષને અડ્યા નથી. અને જો તમારો હાથ અડી ગયો ને, તો એમને નહાવા જવું પડે ત્યારે.
પ્રશ્નકર્તા : એમ ?
::
દાદાશ્રી : આવો નિયમ લીધેલો.
ઘણી સ્ત્રીઓ હિન્દુસ્તાનમાં હજુ હશે ખરી, પણ મેં જોયેલા હોય તો આ એકલા જ છે ખાસ. મારા અનુભવમાં આવેલા.
પ્રશ્નકર્તા : સ્ત્રીઓમાં આવું જીવન બહુ ઓછું જોવાનું મળે. દાદાશ્રી : અત્યારે હોય ક્યાંથી આ કળિયુગમાં ? સત્યુગમાંયે કો’ક જ, બે-પાંચ સતીઓ હોય.
માત બહુ એમના પર, તેથી વશ થઈને રહેલો
એમના બીજા ગુણો બહુ ઉત્તમ, આ સ્ત્રી, કોઈ પુરુષ સામું ના જુએ એટલે મને બહુ માન એમના પ્રત્યે, સખત માન ! માન તો રહે ને ! ગમે એટલું કપટ કરે તોય માન રહે. એ મારા મનમાં તો કેટલું બધું એ લાગે ! ભલે આટલી બુદ્ધિ હતી ત્યારે આ બાજુ પાંસરા એટલે આટલું