________________
૨૬૪
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પ્રશ્નકર્તા: ખરેખર ધર્મ જ એમનું રક્ષણ કર્યું, દાદા.
દાદાશ્રી : હ. અને એમની ભાવના ખરી ને ! બહુ મજબૂત. હવે ત્રીસ વર્ષની ઉંમર, શી રીતે વર્ષો કાઢવા? આ ધર્મમાં પેસી ગયા ને, પછી કોઈ સ્ત્રી-પુરુષને અડવું નહીં. એવા બધા નિયમો લઈ લીધા તે બહુ સારું.
ભાભીએ કહ્યું, “મને પણ જ્ઞાન આપો' એક ફેરો ત્યાં (વડોદરામાં) દર્શન કરવા આવ્યા, પચ્ચીસ-ત્રીસ બૈરાં લઈને. એમની આસિસ્ટન્ટ પાછી, એમના ફૉલોઅર્સ બધા. નીરુબેન બેઠા'તા ને એમને લઈને આવ્યા બધા. તે પાછા એમના ફોલોઅર્સ બધા શું કહે ? “તમે જેમ આમના છો ને, એવું અમારે માટે આ છે.” મેં કહ્યું, ‘બહુ સારું બા.”
એક ફેરો અમારા ભાભી છે તે દસેક વર્ષ ઉપર આવેલા. મને કહે છે કે “મને આત્મજ્ઞાન આપો.” પછી મેં કહ્યું, “ના, તમને જ્ઞાન ના અપાય” ત્યારે કહે, ‘તમે આ બધાને જ્ઞાન આપો છો, તો મને કેમ નથી આપતા?” ત્યારે મને એવું લાગ્યું કે આમને જો જ્ઞાન આપીશું તો કેટલાય માણસોને બિચારાને કોઈ સમજણ પાડનાર મળે નહીં પછી. એ પોતે વાંચે તો એમની પાસે પચાસ બૈરાં બેઠા હોય. હવે એ પચાસ સત્સંગીઓને સત્સંગ કરાવડાવે. એ થાંભલો તૂટી પડે, તો પચાસ માણસ કંઈ બેસે બિચારા ? એમનો થાંભલો પડી જાય તો રોજ સત્સંગ સાંભળનારા તે ક્યાં જાય ? કોણ ઉપદેશ આપવા જશે ? પ્રશ્નકર્તા : બરોબર.
તા તોડાય લોકોનો આધાર, જ્ઞાન આપી એમને દાદાશ્રી : આમને ઠંડક થઈ જાય એટલે પછી જાય નહીં ત્યાં. પ્રશ્નકર્તા : હા, પછી જાય નહીં.
દાદાશ્રી : અને જો આ થાંભલો પડી જશે તો મુશ્કેલી થઈ જશે. અને આપણે ક્યાં થાંભલો તોડી નાખીએ આ ? એટલે મેં કહ્યું, “આ