________________
૨૬૦
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
આ બેઉને છે તે પૂર્વનું જબરજસ્ત વેર છે ! છતાંય ભાભી તરીકે ભાવ બગાડ્યો નથી કોઈ દહાડો. કેમ મને એમના ઉપર ભાવ રહેતો'તો ? ત્યારે કહે, “એમનામાં મુખ્ય એક ગુણ, પરપુરુષ તરફ દૃષ્ટિ નહીં કરેલી કોઈ દિવસ” ચારિત્ર ઊંચું એટલે બહુ સારું કહેવાય ને ! કેવડો મોટો ગુણ કહેવાય?
પ્રશ્નકર્તા બહુ મોટો.
દાદાશ્રી : અમારા ચોકઠામાં ગુણ છે. પહેલાં બા એવા, હીરાબા એવા, આ ભાભી એવા. આખું ચોકઠું કેવું ? અજાયબ ચોકઠું કહેવાય.
કળિયુગમાં “સતી' આ એક જ જોયેલા અમે
અત્યારે (૧૯૮૬માં) એમને એંસી વર્ષ થયા. પચાસ વર્ષથી રાંડ્યા છે. પચાસ વર્ષ વિધવા સ્થિતિમાં ગાળ્યા. પચાસ-પચાસ વર્ષ વિકરાળ કાળ કાઢ્યો ને ?
પ્રશ્નકર્તા: હા, પચાસ વર્ષ.
દાદાશ્રી : ત્રીસ વર્ષની ઉંમરે રાંડેલા, પણ ચારિત્ર બાબતમાં કોઈ દહાડો બૂમ નહીં, બરાડો નહીં. એટિકેટવાળી બઈ ! સારા કપડાં-બપડાં પહેરવાની છૂટ તોય પહેરે નહીં. આમ યોગિણી જેવા. તમને લાગે એમાં કોઈ યોગિણી જેવા ગુણ હશે ? યોગિણી એટલે જેણે પરપુરુષ સામે દૃષ્ટિ સરખી નહીં કરેલી. દૃષ્ટિફેર ના કરે કોઈ દહાડો. એને લીધે એ ગમે તે કહે એ કરવા હું તૈયાર છું. કારણ કે અમારા ગામમાં એમના માટે ચારિત્રની બૂમ પડેલી નહીં. તે કોઈ એમના માટે બોલી શકે નહીં, આંગળી કરી શકે નહીં. એટલે એમના માટે એ કહે એ કરું. અને એ કહે કે તમે ભોળા છો તો હું કહું, “ભોળો છું.”
પવિત્ર લેડી (સ્ત્રી) અને દેખાય છે ને, પ્યૉરિટી છે ! પહેલેથી મર્યાદા ધર્મ લઈ લીધો ને, મણિભાઈ ઓફ થઈ ગયા ત્યારથી. ફરી કોઈ દહાડો હલ્યા નથી. આખી જિંદગી સંયમ પાળેલો. આવા ભયંકર કળિયુગમાં, આ કાળમાં સંયમ કોણ પાળી શકે ? એ પુણ્ય કહેવાય ને !