________________
[૮.૪] ભાભીના ઊંચા પ્રાકૃત ગુણો
૨૫૯
પગની પાની દેખાય નહીં તે સાડલો ધૂળવાળો થાય નહીં
દાદાશ્રી : અમારા ભાદરણના લોકો મને ત્યાં વડોદરે કહેવા આવે. કોઈ દહાડો આવે ને, તે મને શું કહે? આ તમારા ભાભી કહેવા પડે ! ત્યારે મેં કહ્યું, “શું?” ત્યારે કહે, ‘તમારા ભાભી જ્યારે બહાર જતા હોય, ગામમાં મંદિરે-બંદિરે, તે ઘડીએ એમની પાની કોઈએ દીઠી નથી. ત્યારે એ વટ છે ને, એક જાતનો ! કેટલું કેક્યુલેશન (ગણતરી) છે ! નહીં તો આટલા આટલા પગ ઉઘાડા દેખાય બળ્યા ! અને જો સાડી ઢસેડ્યા કરે તો ધૂળવાળી થતી હોય. “આ તો જાણે ક્ષત્રિયાણી જ ચાલી રહ્યા છે,” એવું દેખાય.
ભાદરણના લોકો કહે ને, એટલે મને પાણી ચડે. એ સંસ્કારને ! એટલે મને મનમાં શું ને શુંય થઈ જાય ! મને પૌણ (પાણી) ચડે, મારા ભાભીનું જુઓ કેવું સરસ ! તે પૌણના માર ખાધા, ગોદા. જ્ઞાન નહોતું થયું ત્યારે, હવે તો કશું ના થાય. હવે મને તો જાણે, મારા ભાભીપણું ને એવું કશું રહ્યું જ નહીં ને !
ભાભીનું ચારિત્ર ઊંચું તેથી દાદાને અહોભાવ.
હું જાણતો હતો કે અમારા ઘરમાં આખી પેઢી જુદી જાતની હતી. હીરાબાએ બૂમ પડવા દીધી નથી કે આમણે (ભાભીએ) કોઈ દહાડો બૂમ પડવા દીધી નથી. કોઈ બૂમ ન પડે ને કોઈ શંકા નહીં એવી લાઈફ બધી. કોઈ એમ ના કહી શકે કે તમારા ચારિત્રમાં આવે છે ! એ જ મારે મન તો બધું સોનું હતું.
પ્રશ્નકર્તા : બસ, એ જ મિલકત.
દાદાશ્રી : બસ, એ જ અમારી મિલકત હતી. એટલે મને આનંદ એ બધો, એમાં ચારિત્રની કિંમત બહુ.
પ્રશ્નકર્તા : ચારિત્રની મોટી કિંમત !
દાદાશ્રી : ભલે ભાભી બીજી રીતે કડવા ઝેર જેવા મને લાગતા હશે પણ આ બાબતમાં આમ રાગેય ખરો. લોકો તો એમ જ જાણે કે