________________
[૮.૩] વ્યવહાર લક્ષ્મી તણો, ભાભી જોડે
દાદાશ્રી : હા, એવું પણ જવા દે ને ! ‘હા, જાઓ ત્યારે, આવજો હો, જય સ્વામીનારાયણ' કહે, નહીં તો આંતરે. ‘તમારી પાસે છે ને આપતા નથી.’ પણ શેના કહીએ, ‘કંઈ માગો કરો છો ?’ ત્યારે કહે, ‘ના, માગતા નથી, પણ તમારે આપવા જોઈએને અમને.' હં... ક્યાં આમની જોડે બાઝીએ ? તે પાછી ફાઈલ ઊભી થાય. ફાઈલ ઊભી થાય ને ?
૨૫૭
પ્રશ્નકર્તા : હા, ફાઈલ ઊભી થાય.
દાદાશ્રી : અને પૈસા તો કંઈ સૂતા સૂતા લઈ જવાય છે જોડે ? પ્રશ્નકર્તા ઃ તમારી ચીકણી ફાઈલ છે, દાદા.
દાદાશ્રી : નહોય ચીકણી, તમને ચીકણી લાગે. તમને સમજણ ના પડે એટલે ચીકણી કહો પણ મને ચીકણી લાગી નથી.
પ્રશ્નકર્તા : બહુ સમજી શકાય નહીં એમને આમ.
દાદાશ્રી : હું જાણું કે એમનો સ્વભાવ લોભિયો છે. લોભ, લોભ, લોભ, નિરંતર જાગૃતિ લોભની. મને જ્યારથી એ ભેગા થયા છે ત્યારથી એક સેકન્ડેય એમની જાગૃતિ બંધ થઈ નથી એ બાજુની. અને આ આમની જોડે તો ઉપાધિ કાયમ રહેવાની. મેં કહ્યું, ‘આપીએ તોય આ પાંસરા થાય નહીં, એમની દિષ્ટ બદલાય નહીં.' લોભી દૃષ્ટિ છે ને, તે ના બદલાય. એમને લોભ છૂટ્યો નહીં કોઈ દહાડોય એટલો બધો લોભ ! શી રીતે આ નોબલ ઘરમાં પેઠા તે અજાયબી છે ! એક ગુણ મળતો આવેલો આ, ચારિત્ર હાઈ ક્લાસ. તેને લીધે નભી રહેલા પણ લોભ પેસી ગયો હતો ને ! હીરાબાના કેટલા વાસણો-બાસણો બધું વેચી નાખ્યું. એના જે પૈસા આવેલાને તે પોતે રાખ્યા. પણ તેનો વાંધો નહીં, ઘી ઢળ્યું તો ખીચડીમાં. કંઈ ચોરી ગયા છે લોકો? લોક લઈ ગયા છે ?