________________
[૮.૩] વ્યવહાર લક્ષ્મી તણો, ભાભી જોડે
જતા'તા ને, તે ના લઈ ગયા. એટલે કહેવડાવ્યું કે ‘તમને આપીશું, તમે લઈ જાવ.' એટલે પછી લેવા આવ્યા ત્યારે મને કહે છે, ‘તમે તે દહાડે એવું કહ્યું’તું એટલે નહોતી આવતી.’ મેં કહ્યું, ‘એ તો તમે કાચા પડી જાવ એટલે મારે કહેવું જ પડે ને !’ ‘હું કાચી ? હું શેની કાચી, તમે કાચા છો’ કહે છે. ‘હું સમજી ગયો, બધું સમજી ગયો' કહ્યું. પણ ભારે ખાતું બધું ! તે હમણે પાછું રાગે ચાલ્યું છે ને વળી પાછું પંચર થશે.
પ્રશ્નકર્તા : અમારા જેવા તો ભોળવાઈ જાય આમ.
૨૫૫
દાદાશ્રી : નહીં, તમારા જેવા નહીં, ભલભલાને આંટા મારે એવા. એ એક જ જાણે કે હું આ બધાને, આખી દુનિયાને છેતરું એવી છું. એટલી બધી અક્કલ મહીં અને ખરું, એ બુદ્ધિ ખરી. પચાસ સ્ત્રીઓને તો ઉપદેશ આપવા બેસે, એમને શું ના આવડે?
આપ્ત જેવા માતી, છેતરાઈએ જાણીજોઈને
આ ફેરે જરા એકતા કરી એમની જોડે. હીરાબા મરી ગયા ને, પછી તેમનેય બોલાવ્યા. તે એમની મેળે જ આવ્યા વ્યવહાર સાચવવા માટે, દેરાણી ઓફ થઈ ગયાને એટલે. પછી મેં કહ્યું, ‘મારું કોણ હતું ? તમે એકલા જ રહ્યા ને હવે. હીરાબા હતા તે ગયા.’ એટલે એમને મેં આપ્ત જેવા જાણી કીધું, ‘તમારે પૈસાની જરૂર હોય તો પૈસા આપું. દસેક હજાર આપું તો ચાલશે ?’ ‘ઘણાં થઈ ગયા’ કહે છે. મેં કહ્યું, ‘મારે તમને દસ હજાર રૂપિયા આપવા છે, પણ દસ હજાર હાથમાં નહીં આપું રોકડા. વ્યાજ મળશે તમને દર મહિને સો રૂપિયા. તમારે તો વ્યાજ જ જોઈએ ને ?’ તો કહે, ‘હા.’ મેં કહ્યું, ‘આ ભાઈને ત્યાં મૂકું છું, વ્યાજ દર મહિને સો રૂપિયા આપશે.’ તે પછી આવીને એમણે ખોળી કાઢી સિસ્ટમ. મને કહે, ‘તો મારી પાસે આ ચાર હજાર છે, એ હું વાપરી નાખું આ ધર્માદામાં ?’ ત્યારે મેં કહ્યું, ‘વાપરી નાખો.' એમના ભત્રીજાને મેં કહ્યું, ‘આ દસ હજાર મૂકું તેનો તું ટ્રસ્ટી થા. બે જણનું ટ્રસ્ટ મૂકીએ.’ ત્યારે કહે, ‘ના બા, એમનામાં ઊભો રહું તો મારે ગાળો ખાવી પડે.' કોઈ ભાઈ-બાઈ ઊભું ના રહે. એક એમના ભાઈ એકલા સાચવે છે બિચારા.
પ્રશ્નકર્તા : એટલે આપ જાણીને છેતરાવ.