________________
[૮.૩] વ્યવહાર લક્ષ્મી તણો, ભાભી જોડે
૨૫૩
પ્રશ્નકર્તા : તમારી જોડે તમારા ભાભી કપટ કરે તો તમે સામે કડકાઈથી રહો ?
દાદાશ્રી : પણ કડકાઈથી રહું તો તેલ કાઢી નાખે પાછું. હું તો લેટ ગો કરું, અટાવું-પટાવું. પછી જરા વધારે કપટ કરતા હોય તો હું કહું બધાની રૂબરૂ, “આ અમારા ભાભી હતા તે ઘર બંધાયું, નહીં તો ઘર શી રીતે બાંધત?” એટલે પાછા ટાઢા પડી જાય.
પ્રશ્નકર્તા: તો તો વધુ ચઢી જાય.
દાદાશ્રી : ભલે ને ચઢી જાય, પણ એકવાર અત્યારે તો ટાઢા પડ્યા. પછી ચઢી જશે ત્યારે હું આપીશ પછી એક થાપોટ, સીધા કરી નાખીશ. પણ અત્યારે ગાડું રાગે પડી ગયું ને !
પ્રશ્નકર્તા: આ એવું કહ્યું ને, કે ભાભી જોડે તમે બહુ કડકાઈથી રહો છો, તો એ શું ?
દાદાશ્રી : કડકાઈ રાખું જ એમની જોડે. આમને કહું કે આપવાના ખરા, પણ એ બે હજાર કહે તો આપણે હજારથી સાંધવા. ભલેને આપણે બે હજાર આપવા છે, એથી વધારે આપવા છે, પણ આપણે હજારથી સાંધવાનું. “ના, ના, થોડાક તો વધારો કહે. એમ કરી કરીને વધારાવડાવે. હમણે (સ્વામીનારાયણ) મંદિરમાં જમાડવા'તા, મહારાજ ને એ બધાને. તે મને કહે કે “તમે પૈસા આપશો ? સંતોને જમાડવા છે.” તે મેં કહ્યું, “હું હા પાડું, પણ રકમ પહેલેથી નક્કી કરો તો હા પાડીશ. મને તમે બજેટ કહો તો આપું, નહીં તો નહીં આપે. તમે જે બજેટ કહેશો તે આપીશ.” તે દાખલો આપું. એ બજેટના બારસો કહે, ત્યારે મેં કહ્યું, ‘ફરી હવે નહીં આવેને વાત ?” તો કહે, “ના, બારસોમાં જમી રહેશે. ત્યારે મેં કહ્યું, “તેરસો નહીં થાય ને ?” ત્યારે કહે, “ના, બારસો.' તો કહ્યું, “તેરસો થાય તો જોખમદારી તમારી.” ત્યાં હું જઉં, ત્યાં આગળ બધા જમી રહ્યા પછી પેલા બધાના બીલો આવે ત્યારે અઢારસોના આવ્યા. બીલ આવ્યા હોય ત્યારે અઢારસો આપવા પડે ને ! હું શું કરું, આપવું પડે ને ?