________________
[૮.૩] વ્યવહાર લક્ષ્મી તણો, ભાભી જોડે
૨૫૧
પ્રશ્નકર્તા: હા, ખરી રીતે કોઈ કલેઈમ નથી” એ કહે અને છતાંય તો જો કલેઈમ નથી એવું જો હોય..
દાદાશ્રી : એ કલેઈમ ન રાખે એવું મેં રાખેલું છે પહેલેથી. હું તો બહુ ચોક્સ માણસ ને, તે કોઈ વચ્ચે હાથ ઘાલે નહીં કે દિવાળીબા જોડે ન્યાય કરવાનો. મેં ન્યાય કરવાનું રાખેલું જ ના હોય ને કશુંય. ઉપરથી હેલ્પ કરવાનું રાખેલું. એટલે બીજી કશી લેવાદેવા નહીં મારે અને એમને.
પ્રશ્નકર્તા: હા. દાદાશ્રી : પછી મારે જે આપવું હોય એ આપું. પ્રશ્નકર્તા : આપો એ બરોબર છે.
દાદાશ્રી : પછી મેં એમને કહી દીધેલું કે હવે જોઈએ છે વધારે? આથી જોઈએ છે વધારે ? છેવટે કહે, “ના બા, હવે મારે નથી જોઈતું.” એ ભારે આવડે એ તો ! એટલું કે મારી ઉપર રાગ-દ્વેષ નથી એમને.
છેતરાઈને પણ કોઈતો કલેઈમ બાકી તા રાખું
એમના ભઈ (દિવાળીબાના ભઈ) જ પોતે કહી દે ને કે “તમારે એમની જોડે કશું નહીં. એ તમને કશું કહી ના શકે.” એમના તરફથી કોઈ બૂમ પાડતો ના આવે. કારણ કે હું હંમેશાં એક રાખતો'તો કે તમારે ને મારે કંઈ ભાંજગડ પડી એટલે દસ હજાર તમારી પાસે રહે તો મને વાંધો નહીં પણ તમારા પાંચ હજાર મારી પાસે આવે એ વાંધો. શાથી, કે પછી તમે છે તે બોલાવો પેલા એને, આર્બિટ્રેટરને અને આર્બિટ્રેટર મારે ત્યાં આવે, કે ચોપડા જોવાના છે પેલા. ત્યારે હું કહું કે ‘ભાઈ, સાડા બાર તો થયા છે, કાલે આવજો.” એવું ચાલે નહીં ને ! આબિટ્રેટર ઉપકારી ગણાય. પણ મેં કોઈ કલેઈમ રાખેલો નહીં, નહીં તો આર્બિટ્રેટર મારે ત્યાં આવે. અને હું તો આર્બિટ્રેટરને કાઢી મેલું તરત. આર્બિટ્રેટર આવીને પાછું કહે, “ચા મૂકો.” એટલે પછી આપણે મૂકવી પડે કે નહીં ? હું આબિટ્રેટર થયો છું પણ એવું વર્તન મેં કર્યું નથી. ઊલટું મારે ઘેર ચા પાઉ એને.
એટલે આખા ગામમાં કોઈ મને એમ કહી ના શકે કે તમારા