________________
૨ ૫
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પ્રશ્નકર્તા: સંતોષ ના થાય, ઓછું ને ઓછું લાગ્યા કરે. દાદાશ્રી : હા.
હકદાર નહીં છતાંય માંગ્યું તે આપ્યું ભાભીને પ્રશ્નકર્તા : દિયર થયા ને તમે, દાદા.
દાદાશ્રી : દિયર તરીકેનું બધું આપી દીધું મેં. અમારા ભાભી આવ્યા'તા તો એમને કહી દીધેલું કે ‘તમારે જે જોઈએ તે. માગો એટલા આપું.” એ જમીન એમના નામની છે, તે દરેક વસ્તુ આપી દીધી'તી. એટલે આખું ગામ જાણે, તે કોઈ મારું નામ દે નહીં ને ! નહિતર દમ કાઢી નાખે, જો દિવાળીબાનું લઉ તો. તો તો વચ્ચે માણસો લઈને આવે કે આ ભાભીનું જરા જુઓ તો ખરા ! એમનું કશું રાખેલું જ નહીં, બધું આપી દીધું. બધું એમની પાસે જ છે. મહિને ત્રણસો રૂપિયા તો વ્યાજ આવે છે. વ્યાજ આવતું કરી નાખ્યું એ બધાનું. એ કશું હકદાર નહોતા, પણ એમના મનને કંઈ સમાધાન તો થવું જોઈએ. મારા દિયર આવડા મોટા ભગવાન છે ને !
ભાભીનો કેસ ઊંચો મૂકી દીધો બધું આપીને, ખરેખર આખું ઘર એમને આપી દીધેલું. મકાન મેં હાઈ ક્લાસ બાંધી આપ્યું છે, આર.સી.સી.નું. હવે શું એમને ? એકલા જ રહે છે. ભાદરણમાં એમને એ ઘર સોંપ્યું છે. મેં કહ્યું, ‘વાપરજો તમે.” કારણ ઉપકાર છે ને ! એમને એકલાને સોંપી દીધું.
ભાભીનો કલેઈમ ત રાખ્યો બાકી પ્રશ્નકર્તા : દાદા, તમે તો એવું કહેલું કે હું કોઈનો કલેઈમ બાકી રાખતો નથી.
દાદાશ્રી : હા, નો કલેઈમ. કહી દઈએ બધાને કે ભઈ, મારો કલેઈમ કોઈ જાતનો છે જ નહીં. એવું ચોખ્ખું કહીએ અમે. કલેઈમ તો એમની જોડે રાખેલો નહીં પહેલેથી. એમને કોઈ પૂછે કે તમને દાદા જોડે કોઈ જાતનો કલેઈમ છે ? તો કહે, “ના. ખરી રીતે મારે તો કોઈ કલેઈમ નથી.” નો કલેઈમ એવું કરી નાખ્યું.