________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
જોઈએ. મારા મોટાભાઈ અને ભાભી મારે માટે અતિ ઉપકારી થઈ પડેલા. ધર્મમાં મને બહુ મદદકર્તા થઈ પડેલા. તેમના જ ઑન્સ્ટ્રકશનથી હું આગળ વધ્યો છું.
મારા વૈરાગતા તિમિત્ત બન્યા ભાભી
મારા ભાભી તો મારું તીર્થધામ છે. આ જ્ઞાન થયું તે તેમને આભારી છે. તે એવા ન હોત તો મને વૈરાગ આવત નહીં.
૨૪૮
પ્રશ્નકર્તા : એટલે આખા વૈરાગના બીજ ત્યાંથી વવાયા એમ કહેવાય ને ? વૈરાગના નિમિત્ત એ ભાભી બન્યા દાદાને.
દાદાશ્રી : હેલ્પ કરી વૈરાગને, મૂળ વૈરાગ તો હતો જ. વિશેષ વૈરાગ ઉત્પન્ન થાય એવું થયું. એટલે એમનો ઉપકાર માનતો'તો.
મોક્ષને ધક્કે ચઢાવે ચીકણી ફાઈલો
મોક્ષે જવા માટે વધારેમાં વધારે ઉપકારી કોણ ? તો કહે, ચીકણી ફાઈલ. અને મોળી ફાઈલ આપણને નીકળવા ના દે. મોળી એટલે મીઠી લાગતી હોય, તે આપણને મોક્ષે જવામાં મદદ ના કરે. તમારે જવું હોય તો જાવ, નહીં તો કંઈ નહીં. નહીં તો નાસ્તો કરો નિરાંતે. એટલે મેં તો જમે કરેલું. એટલે અમારા ભાભીને રોજ કહું, ‘તમે છો તો આ હું પામ્યો છું, નહીં તો ના પામું. ધનભાગ્ય ! મારું કલ્યાણ થઈ ગયું !'
હવે આ વાતો સાંભળવામાં ટાઈમ નકામો જાય એટલી જ વાત છે ને, શું ફાયદો આમાં ?
પ્રશ્નકર્તા : આ તો તાળો મળે છે, દાદા. આ તો મહાપુરુષોના જીવનની જોડે તાળો મળે છે કે આ યથાર્થ દર્શન થાય ત્યારે માણસનો વેગ પકડાય એમ. આમ કેવા બધા સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ મળે છે !