________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
ભાભીની બૂમ છે.’ નહીં તો અમારા પાટીદાર તો હાલો, ટૈડકાવીએ, મજા આવશે એ બહાને. અમારે ત્યાં ધંધો જ આ, લોકોનો. હું કેફ રાખું ત્યારે ને ! કેફ જ રાખું નહીં અને કોઈ જગ્યાએ કલેઈમ બાકી રાખતો નહીં. પચ્ચીસ હજાર ઘસાઈ છૂટું પણ એને કલેઈમ ક૨વાને રાખું નહીં, સામાને. તા મળે આવો ભગવાત જેવો દિયર ક્યાંય
૨૫૨
એમનો ભઈ શું કહે છે જાણો છો તમે ? એમના સગા ભાઈ છે તે પણ એમ ચોખ્ખું કહે છે કે આ પાટીદારની આખી નાતમાં આવો કોઈ પટેલ મેં જોયો નથી કે જે આ મારા બેનને પાલવે. આખી નાતમાં તમારા જેવો દિયર કોઈ મળે નહીં કે જેને પોતાની ભાભી નાની ઉંમરમાં રાંડેલી હોય અને તેને આવી રીતે રાખી હોય ! અમારામાં તો દરેક માબાપ જ સાચવે, અમારી નાતમાં જો રાંડે ને ! મિલકત એની આપે પણ બીજું કાંઈ ધ્યાન રાખે નહીં. મેં કહ્યું, ‘આ અમારું ઘર તો એવું છે નહીં. અમારે ઘેર સહેજ પણ દુઃખ ના પડવા દે.' આ હીરાબાએ નથી પડવા દીધું. એ દિવાળીબાએ હીરાબાને જાતે કહ્યું, ‘તમને મેં દુઃખ આપ્યું'તું, પણ તમે મને દુઃખ આપશો ? એનો બદલો લેશો ?' તો હીરાબા કહે, ‘ના, મારે લેવો નથી.' એટલે એમણે (હીરાબાએ) કલેઈમ રાખ્યો જ નથી કોઈ જાતનો. મેં કહ્યું, ‘નહીં તો અમારી ખાનદાની જાય. એ ભલે મકાન આખું વાપરે, બીજું કંઈ જોઈએ તો આપ્યા કરીશ.’ પણ તોય છે તે એમની ભૂખ મટી નહીં કોઈ દહાડો !
એમના ભાઈ હઉ કહે ને કે આટલો બધો લોભ છે પણ ભગવાન જેવો દિયર મળ્યો છે. એ ભગવાન જ કહે છે. એની બેનને એવું કહે છે કે ‘આવો દિયર મળે નહીં.' તોય પણ એના બેનના મનમાં એવું છે કે ‘ના, એ તમે કહો, હું માનું નહીં. તમે માનો છો.'
જ્ઞાન પછી લેટ ગો કરી તિભાવ્યા ભાભીને
અમારા ભાભી બધાને છે તે છેતરી નાખે. મને હઉ છેતરી નાખે ને ! એ હારુ જબરું ખાતું ! તે કેટલા બધા કપટ, જબરજસ્ત કપટના પડદા ! એ કેવા મોટા હશે ! એને ‘સ્ત્રીચારિત્ર’ કહ્યું છે.