________________
૨૩૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
આવ્યો પાછો સવારમાં. હું તો મારી લાઈનમાં જવાનો હતો. આવડત ખરી ધંધાની પણ એ તો સર્વિસ કરાવડાવે શેઠિયાઓ. એટલે મેં એક યોજના ઘડી.
કોન્ટ્રાક્ટરને કહ્યું, “ભાઈ, સર્વિસ તો હું કોઈ દહાડો કરવાનો નથી અને કરવા નીકળ્યોય નથી.” સર્વિસ તો હું કરું નહીં. પહેલેથી નિયમ જ લીધેલો. કોઈની સર્વિસ કરવા માટે જન્મ્યો નથી. એટલે સર્વિસ તો નહીં કરું. કોન્ટ્રાક્ટના ધંધામાં હોશિયાર, બ્રેઈન સારું ચાલે.
ફ્રી કામ કરીશ, પછી એ મને છોડશે નહીં મેં કહ્યું કે “ભઈ, હું તમને ફ્રી ઑફ કૉસ્ટ તમારું કામ કરી આપીશ, તમને જ્યારે ઠીક લાગે ત્યારે મારી પાર્ટનરશિપ આપજો ને ના ઠીક લાગે ત્યાં સુધી ના આપશો. આ તમારા કોન્ટ્રાક્ટનો ધંધો મને સોંપો. જે કામ સોંપો એની જવાબદારી બધી મારી. તમારે આવવાનું નહીં, તમારું કોન્ટ્રાક્ટનું કામ બધું હું કરી આપીશ. તમે મને કામ સોંપો. પછી તમારું કામ તમને સહી સલામત લાગે ને તમે કમાવ, તો મને તમારે જે પરસન્ટેજ આપવા હોય તે આપજો. ના કમાવ તો ના આપશો. મારા ઘરના ખર્ચે રહીશ. તમારાથી અપાય તો આપજો, નહીં આપો તો ચાલશે પણ મારે પાર્ટનરશિપમાં રહેવાનું. મને તમારે પાર્ટનરશિપમાં લેવો પડશે.”
કારણ હું જાણું કે ત્રણ મહિના પછી એ શું કરે ? મને છોડે નહીં એ. સુપરવિઝન સરસ આવડે એટલે પેલો ખુશ. કારણ એવી આવડત મને. એટલે હું જાણું કે આપણે પહેલેથી એમ ને એમ ફ્રી ઑફ કૉસ્ટ રહો, તો પછી એની મેળે ખસવા દેશે નહીં અને નોકરી રહે નહીં.
હું તમારો સર્વન્ટ નહીં પણ પાર્ટનર તરીકે રહીશ પ્રશ્નકર્તા નોકરી ના પોસાય એટલે પેલાને ચોખ્ખું જ કહી દીધું ?
દાદાશ્રી : હા, એટલે મેં પેલાને કહ્યું, “જો તમારા કોન્ટ્રાક્ટના ધંધામાં “આઈ વિલ હેલ્પ યૂ !” તમારા પાર્ટનર તરીકે હું જીવવા માગું છું, સર્વન્ટ તરીકે નહીં. મારે તમારી પાસે કશું જોઈતું નથી. હું ફક્ત