________________
૨૩૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
બેઠા નથી ને આ મને કહે છે !' અમે બે ભઈ કોઈ દહાડો હૉટલમાં સાથે બેઠેલા નહીં. મર્યાદા કોઈ દહાડો છોડીએ નહીં.
પછી મને કહે, ‘તને તારી ભાભી તરફનો બહુ ત્રાસ છે. આ તને બહુ દુઃખ દે છે.” મેં કીધું, “એ સંભારવા જેવું નથી હવે બહુ. તમે મનમાં ના રાખશો. તમે જાણ્યું એટલે બસ થઈ ગયું ! ખરેખર અત્યાર સુધી વિખવાદ થઈ જાય એટલે માટે હું તમને નહોતો કહેતો.” પછી એમની આંખમાં પાણી આવી ગયું. મને કહે છે, “આ તો બહુ શિકારી બઈ છે.” મેં કહ્યું, ‘ત્યારે તમારે ઓળખવી જોઈએ ને ?” “આ તો મને છેતર્યો અત્યાર સુધી કહે છે. “આ માલ જુદી જાતનો છે, માટે જરા સમજીને રાખો.” કહ્યું. ભાઈની આંખમાં પાણી નીકળી ગયું તે દહાડે તો. “અરેરે ! તને આટલું દુ:ખ ! હું ક્યાં આને પૈણ્યો કે તને દુ:ખ દે છે ? મારા ભાઈને આટલી બધી અડચણ થાય છે, તે મને હવે ખબર પડી.” “તમે કશું રાખશો નહીં એવું તેવું બધું મનમાં. એ તો માથે પડ્યું તે ભોગવી લેવાનું. પણ તમે જે માનતા'તા એવું નથી આ.” મેં કહ્યું.
પ્રશ્નકર્તા : બરોબર.
દાદાશ્રી : એટલી એમના મનમાં ખાતરી થઈ ગઈ કે આ બઈએ ત્રાસ આપ્યો છે.
પ્રશ્નકર્તા આનું નામ સંસાર. દાદાશ્રી : તે બળ્યું વીતેલું ને, અમનેય વીતેલું ભાભી પાસે.
આશ્વાસન આપતારો જ રડાવી દુઃખી કરે પછી તો અમારા મોટાભાઈ ગુજરી ગયા. તે વખતે અમારા ભાભી ઉંમરમાં નાના, તે જે કોઈ આવે એ એમને રડાવે. ત્યારે મને થયું કે આ ભાભી “સેન્સિટિવ વધારે છે, તે આ લોકો આમને બિચારાને મારી નાખશે ! એટલે પછી મેં બાને કહ્યું કે “લોકોને તમે એમ કહેજો કે ભાઈ સંબંધી તમારે વહુ જોડે કશી વાતચીત કરવી નહીં.” અલ્યા, આ શું તોફાન ? અલ્યા, વાંદર ઘા જેવું કરો છો ? તમારા કરતા તો વાંદરા